Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : BJP લોકસભા ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને અધિકારી વચ્ચે તૂતૂ મેંમેં

VADODARA : આજે વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતગણતરી (VADODARA - ELECTION VOTE COUNTING) હાથ ધરવામાં આવી છે. તેવામાં મતગણતરી કેન્દ્ર પર ભાજપના લોકસભા ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને અધિકારીઓ વચ્ચે તૂતૂ મેંમેંના દ્રશ્યો સર્જાયા હોવાનું સામે...
10:01 AM Jun 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : આજે વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતગણતરી (VADODARA - ELECTION VOTE COUNTING) હાથ ધરવામાં આવી છે. તેવામાં મતગણતરી કેન્દ્ર પર ભાજપના લોકસભા ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને અધિકારીઓ વચ્ચે તૂતૂ મેંમેંના દ્રશ્યો સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે. ચૂંટણી એજન્ટ મીડિયા રૂમમાં પ્રવેશવા જતા તેમને અટતાવવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રોષે ભરાતા તેમણે અધિકારીઓને કાયદો ભણાવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અટકાવવામાં આવ્યા

આજે પંડ્યા બ્રિજ પાસેની પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના લોકસભા અને વિધાનસભાના ઉમેદવારો મતગણતરીના પહેલા રાઉન્ડથી જ જીત તરફ આગેકુચ કરી રહ્યા છે. ત્યારે આજે મતગણતરી કેન્દ્ર પર ભાજપના લોકસભા ઉમેદવારના મુખ્ય ચૂંટણી એજન્ટ મેહુલ લાખાણી વહેલી સવારથી જ પહોંચી ગયા હતા. મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થવાના આરસામાં તેમણે મીડિયા રૂમમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં તેમને અટકાવવામાં આવ્યા હતા. જો કે, તે બાદ પરત ફરી જવાની જગ્યાએ બંને વચ્ચે તૂતૂ મેંમેંના દ્રશ્યો સર્જાયા હતા.

નિર્ણય પર અડગ

ભાજપના લોકસભા ઉમેદવારના મુખ્ય ચૂંટણી એજન્ટ મેહુલ લાખાણીએ આકરા તેવર બતાવ્યા હતા. અને તેમણે આ મામલે કલેક્ટર સુધી જવાની વાત કહી સંભળાવી હતી. સાથે જ અધિકારીઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા. જો કે, અધિકારીઓ ટસનામસ થયા ન હતા. અને પ્રવેશ માટે તેમણે લીધેલા નિર્ણય પર અડગ હતા. એક તબક્કે ઉગ્રબોલાચાલી થતા અધિકારીએ હાથ પણ જોડી દીધા હતા.

ભવ્ય જીત તરફ આગળ

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી લોકસભાની મતગણતરીના બે રાઉન્ડ પૂર્ણ થઇ ચુક્યા છે. જેમાં ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીને મોટી લીટ મળી હોવાનું સામે આવ્યું છે. અને તેઓ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપના ઝંડા અને ભારત માતા કી જય ના નારા સાથે વિજયને આવકારીશું

Tags :
AgentBJPCandidateCenterCountingElectionExchangeinsideLokSabhaOfficerVadodaraverbalwith
Next Article