Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : અગ્નિવીર જવાનનું ઠાઠમાઠથી સ્વાગત

VADODARA : વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા રાવલ પરિવારના સંતાનનું 20 વર્ષની ઉંમરે ભારતીય સેનાની અગ્નિવીર (AGNIVEER - INDIAN ARMY) યોજના અંતર્ગત સિલેક્શન થયું છે. તાજેતરમાં અગ્નિવીર જવાન તેના ઘરે આવ્યો હતો. જ્યાં તેનું ઠાઠમાઠથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાનો દિકરો...
vadodara   અગ્નિવીર જવાનનું ઠાઠમાઠથી સ્વાગત

VADODARA : વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા રાવલ પરિવારના સંતાનનું 20 વર્ષની ઉંમરે ભારતીય સેનાની અગ્નિવીર (AGNIVEER - INDIAN ARMY) યોજના અંતર્ગત સિલેક્શન થયું છે. તાજેતરમાં અગ્નિવીર જવાન તેના ઘરે આવ્યો હતો. જ્યાં તેનું ઠાઠમાઠથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાનો દિકરો ભારત માં ની વધુ સેવા કરશે તે વાતથી માતાએ ઘણો ગર્વ અનુભવ્યો હતો. સંભવિત આ યુવક વડોદરાથી અગ્નિવીર યોજનામાં પસંદગી પામનાર પ્રથમ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

20 વર્ષની ઉંમરે સિલેક્શન

ભારતીય સેનામાં જોડાવવા માટે સરકાર દ્વારા અગ્નિવીર યોજના લાગુ કરવામાં આવી છે. ટુંક સમય પહેલા જ લાગુ કરવામાં આવેલી યોજનામાં હવે અલગ અલગ રાજ્યોના યુવકો પસંદગી પામી દેશસેવામાં જોડાઇ રહ્યા છે. તાજેતરમાં વડોદરાના સલાટવાડા વિસ્તારમાં રહેતા રાવલ પરિવારના દેવ રાવલનું 20 વર્ષની ઉંમરે અગ્નિવીર યોજનામાં સિલેક્શન થયું છે. અને તે ઘરે પરત ફર્યો છે. અહિંયા તેનું ઠાઠમાઠથી સ્વાગત કરવામાં આવ્યું છે. અને પરિવાર સહિત આસપડોશમાં રહેતા લોકો આ વાતે ગર્વ અનુભવી રહ્યા છે.

તમે નિયમીતતા રાખો

દેવ રાવલ જણાવે છે કે, મારી ભારતીય સેનાના અગ્નિવીરમાં ભરતી થઇ છે, તેનો મને ઘણો આનંદ છે. પહેલા ફીઝીકલ પર ધ્યાન આપવામાં આવે છે, ત્યાર બાદ રીટર્ન, મેડીકલ થાય છે, બાદમાં મેરીટ બહાર પડે છે. જેના આધારે ભારતીય સેનામાં પસંદગી કરવામાં આવે છે. યંગ જનરેશનને કહેવું છે કે, તમે નિયમીતતા રાખો, તેમ કરશો તો કોઇ પણ ફીલ્ડમાં આગળ વધી શકશો. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પરીક્ષા હોય છે. દેશની સેવા કરવાની સૌથી મોટી ખુશી છે.

Advertisement

તે હંમેશા શાંત રહેતો

માતા મનીષા રાવલ જણાવે છે કે, બહુ જ ખુશી છે. તેણે જાતે જ ખુબ મહેનત કરી છે. હું તેના પર કોઇ દિવસ ગુસ્સે થઇ જતી હતી. પરંતુ તે હંમેશા શાંત રહેતો હતો. અમારા કરતા વધારે તે ભારત માંની સેવા કરશે તેનો ઘણો આનંદ છે.

આ પણ વાંચો -- VADODARA : ક્રિકેટર TMC માંથી સાંસદ બનતા ભાજપ અગ્રણીની પોસ્ટ ચર્ચામાં

Advertisement

Tags :
Advertisement

.