VADODARA : એક સપ્તાહમાં રક્તપિત્તના 13 દર્દી મળી આવ્યા
VADODARA : વડોદરા શહેર જિલ્લામાં તા.૧૦ જુનથી તા.૦૪.૦૭.૨૦૨૪ દરમ્યાન રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશ દરમ્યાન ૧૬૮૭ ટીમ દ્વારા કુલ ૨૪.૫૬ લાખ લોકોનો રક્તપિત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.
૧૦ દર્દીઓને M.B પ્રકારનો રક્તપિત
આ ઝુંબેશ હેઠળ પ્રથમ અઠવાડિયામાં આરોગ્ય ટીમો દ્વારા ૧,૪૫,૨૧૦ ઘરોની તપાસ મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કુલ ૫,૯૦,૭૫૫ લોકોની રક્તપિત્ત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે.જેમાંથી ૮૦૭ લોકોને રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાયેલ હતા. જેમની મેડીકલ ઓફિસર અને જિલ્લા રક્તપિત્ત ટીમ દ્વારા સઘન તપાસણી કરતા રક્તપિતના ૧૩ દર્દી મળી આવ્યા છે.જે પૈકી ત્રણ દર્દીઓને P.B પ્રકારનો જયારે ૧૦ દર્દીઓને M.B પ્રકારનો રક્તપિત જોવા મળ્યો છે.
રકતપિત અંગેની સુગ ઓછી
રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ અંતર્ગત મળી આવેલા ૧૩ દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.એટલુ જ નહિ તેમના કુટુંબના સભ્યોની પણ સધન આરોગ્ય તપાસ કરી એક સીંગલ ડોઝ રક્તપિત્તના પ્રિવેલન્સ માટે PEP ગળાવવામાં આવી છે. વડોદરા જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ કાર્યક્રમના કારણે લોકોમાં રકતપિત અંગેની જાગૃતિ અને જાણકારી વધી રહી છે.લોકોમાં રકતપિત અંગેની સુગ પણ ઓછી થયેલ છે.
પ્રચાર પ્રસારની પ્રવૃતિ જારી
આ ઝુંબેશ દરમ્યાન આરોગ્ય પ્રદર્શન, માઇક પ્રચાર,રોલ પ્લે વગેરે જેવી સઘન પ્રચાર પ્રસારની પ્રવૃતિ કરવામાં આવી રહી હોવાનું જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.શૈલેષ સુતરીયાએ જણાવ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ગોરજ મુનિ સેવા આશ્રમ સંચાલિત કેન્સર હોસ્પિટલને મળ્યો એવોર્ડ