VADODARA : લોકોની સુવિધા સાચવવાના પ્રયાસે મુશ્કેલી સર્જી
VADODARA : વડોદરા (VADODARA) ના લાલ બાગ બ્રિજ પર આજથી રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને બ્રિજને તબક્કાવાર રીતે બંધ કરવામાં આવનાર છે. આજે પહેલા દિવસે જ કામગીરી શરૂ થતા જ સેંકડો વાહનચાલકો અટવાટા હતા. અને ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેને લઇને આવનાર સમયમાં લોકોની સુવિધામાં વધારો કરવાના પ્રયત્નોએ હાલ મુશ્કેલી સર્જી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોમાસા પહેલા બ્રિજ પર રીસર્ફેસીંગની કામગીરી લોકોને ભવિષ્યમાં આરામદાયક અનુભવ આવશે.
રીસર્ફેસીંગની કામગીરી
ચોમાસા પહેરા શહેરના અનેક ઓવર બ્રિજ પર રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં ગોરવા વિસ્તારમાં આવેલા બ્રિજ પર આ પ્રકારે કામગીરી હાથ ધરવામાંં આવી હતી. ત્યાર બાદ હવે લાલ બાગ ઓવર બ્રિજ પર આજથી રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને બ્રિજને તબક્કાવાર રીતે બંધ રાખવામાં આવનાર હોવાનું જાહેરનામું તાજેતરમાં જ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજ બંધ કર્યાના પહેલા દિવસે જ ભારે અંધાધૂંધી સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા
આજે સવારે પીક અવર્સ દરમિયાન બ્રિજની એક તરફ પાલિકાની મશીનરી દ્વારા નિયત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને અન્ય બાજૂનો વાહન વ્યવહાર જ ચાલુ હતો. જેથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને સવારે પડતી ગરમીમાં લોકોએ ટ્રાફીકમાં ફસાવવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. જેને લઇને લોકોમાં ક્યાંક છુપો રોષ જોવા મળી રહ્યો હતો.
ટ્રાફીકનું ભારણ વધ્યું
તો બીજી તરફ બ્રિજની નીચે તથા અન્ય રૂટ પર ટ્રાફીકનું ભારણ વધ્યું હોવાનું નજરે પડ્યું હતું. આમ, લોકોની સુવિધા વધારવાના પાલિકા તંત્રના પ્રયાસો હાલ તો મુશ્કેલી સર્જી છે. જો કે, કામ પૂર્ણ થતા જ તુરંત બ્રિજ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : પાણીપુરીના વિક્રેતાઓ પર પાલિકાની ટીમનું ચેકીંગ