Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું, મોટી સંખ્યામાં લોકોએ લીધા આ શપથ!

વડોદરામાં (Vadodara) ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું (Kshatriya Asmita Sammelan) આજે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ અને લખનસિંહ દરબારે ભાજપને મત ન આપવા અપીલ કરી હતી. લખનસિંહે કહ્યું...
vadodara   ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું  મોટી સંખ્યામાં લોકોએ લીધા આ શપથ

વડોદરામાં (Vadodara) ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું (Kshatriya Asmita Sammelan) આજે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ અને લખનસિંહ દરબારે ભાજપને મત ન આપવા અપીલ કરી હતી. લખનસિંહે કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને 5 લાખની લીડ નહીં મળે.

Advertisement

લોકસભા ચૂંટણી (Lok Sabha election) દરમિયાન ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) અંગે નેતાઓ દ્વારા થતી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આજે વડોદરામાં (Vadodara) માણેજા ખાતે વડોદરા રાજપૂત સમાજની વાડીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું, જેમાં સમાજની મહિલા, પુરુષ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ક્ષત્રિય આગેવાન લખનસિંહ દરબારે (Lakhansingh Darbar) કહ્યું કે, ક્ષત્રિય સમાજે પોતાની માગ શિસ્તબદ્ધ રીતે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, સમાજની માગ સ્વીકારવામાં આવી નથી. ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જેને પોતાના રાજા રજવાડા મા ભારતીને સમર્પિત કર્યા. તેમણે મોટુ નિવેદન આપતા કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડ નહીં મળે. કેટલાક જગ્યાએ ભાજપ બેઠક જીતી જશે પણ જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીમાં યોગ્ય જવાબ મળશે. આ સાથે તેમણે અપીલ કરી કે ચૂંટણીઓ આવે અને જાય પણ આપડે એક સાથે રહેવાની જરૂર છે.

'ક્ષત્રિયોને ટિકિટ નથી આપતા તો પણ અમે ચૂપ છીએ'

ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડે (Mahendra Singh Rathore) કહ્યું કે, ક્ષત્રિયોને ટિકિટ નથી આપતા તો પણ અમે ચૂપ છીએ. ભાજપ (BJP) કહે અમારા વગર હિન્દુઓ ખતરામાં છે પણ હજી ક્ષત્રિયો જીવે છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય એટલું જ કહે છે કે ભાજપને મત ન આપતાં. આ સાથે તેમણે રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવેદન અંગે પણ રોષ વ્યક્ત કર્યો હતો. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં હાજર લોકોએ ભાજપને મત નહીં આપીએ તેવા શપથ લીધા હતા.

Advertisement

આ પણ વાંચો - Kshatriya Samaj : પદ્મીનીબા એ કેમ કહ્યું કે ખીચડી પકાવાઇ રહી છે?

Advertisement

આ પણ વાંચો - Gujarat First એ ઉમેશ મકવાણાની ચેલેન્જ સ્વીકારી UNCUT ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો, શું હવે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?

આ પણ વાંચો - Pradyumansingh નો Video વાઇરલ, કહ્યું- અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી, 67/33 એવા મિનિસ્ટર છે..!

Tags :
Advertisement

.