ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કારમાં જામ છલકાવતા ત્રણ યુવાનો દબોચી લેવાયા

VADODARA : વડોદરા પાસે કેલનપુરા આઉટ પોસ્ટ વિસ્તારમાં ત્રણ યુવાનો કારમાં જ દારૂના જામ છલકાવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં કારમાંથી ત્રણ નશાની હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે ત્રણ સામે વરણામાં પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમ...
03:43 PM Jul 04, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા પાસે કેલનપુરા આઉટ પોસ્ટ વિસ્તારમાં ત્રણ યુવાનો કારમાં જ દારૂના જામ છલકાવી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં કારમાંથી ત્રણ નશાની હાલતમાં મળી આવ્યા હતા. આ મામલે ત્રણ સામે વરણામાં પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્થળ પર રેડ કરવામાં આવી

વરણામાં પોલીસ મથકમાં કોન્સ્ટેબલ નાગરભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કેલનપુર આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન અંગતબાતમીદાર તરફથી બાતમી મળી કે, કેલનપુર ગામ પાસે આવેલા પેટ્રોલપંપ પાસે કારમાં ત્રણ ઇસમો દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેના આધારે પંચોને સાથે રાખીને સ્થળ પર રેડ કરવામાં આવી હતી. સ્થળ પર જઇને બેટરી વડે કાર પર લાઇટ મારતા ત્રણ ઇસમો બેઠેલા મળી આવ્યા હતા. તથા ડ્રાઇવર સીટની બાજુમાં મિશ્રિત ત્રણ પ્લાસ્ટીકના ગ્લાસ જોવા મળ્યા હતા.

દારૂ ભરેલા ત્રણ ગ્લાસ મળી આવ્યા

કારમાં બેઠેલા શખ્સોએ પોતાના નામ અક્ષય મહેશભાઇ શર્મા (ઉં. 31) (રહે. પાર્ક શાયર સોસાયટી, કેલનપુર), કદમ જીતેન્દ્રકુમાર રાવત (ઉં.32) (રહે. પાર્ક શાયર સોસાયટી કેલનપુર) અને ચીરાગ મણીલાલ પરમાર (ઉં. 40) (રહે. બાલકિશન કોમ્પલેક્ષ, અવધુત ફાટક, માંજલપુર) હોવાનું જણાવ્યું હતું. બેટરીના અજવાળે જોતા તમામની આંખો નશામાં ઘેરાયેલી લાગતી હતી. અને કેફી પીણું પીધું હોવાની પુષ્કળ વાસ આવતી હતી. પ્રોહીબીશનનો મુદ્દામાલ રાખવા બદલ પરમીશ માંગતા તે ન હોવાનું જણાવ્યું હતું. કારમાંથી ડ્રાઇવર સીટની બાજુમાંથી મિશ્રિત દારૂ ભરેલા ત્રણ ગ્લાસ મળી આવ્યા હતા. અને પાછળની સીટ પરથી દારીનું ક્વાટર મળી આવ્યું હતું. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરીને કુલ. રૂ. 5.60 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.

પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધાયો

વરણામાં પોલીસ મથકમાં અક્ષય મહેશભાઇ શર્મા (ઉં. 31) (રહે. પાર્ક શાયર સોસાયટી, કેલનપુર), કદમ જીતેન્દ્રકુમાર રાવત (ઉં.32) (રહે. પાર્ક શાયર સોસાયટી કેલનપુર) અને ચીરાગ મણીલાલ પરમાર (ઉં. 40) (રહે. બાલકિશન કોમ્પલેક્ષ, અવધુત ફાટક, માંજલપુર) સામે પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : ભાજપમાં ભાંજગડ, કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ

Tags :
carcaughtdrinkingillegalinkelanpurliquorOutpostthreeVadodara
Next Article