Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કાર શોરૂમના ત્રણ માળ આગની લપેટમાં

VADODARA : વડોદરાના (VADODARA) મકરપુરા વિસ્તારમાં આવેલા કટારીયા કાર શોરૂમ (Kataria Automobiles) માં ગતરાત્રે આગ (FIRE ACCIDENT) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આગ ત્રણ માળ સુધી ફેલાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સદનસીબે શોરૂમમાં મુકેલી નવી કાર સુધી...
vadodara   કાર શોરૂમના ત્રણ માળ આગની લપેટમાં

VADODARA : વડોદરાના (VADODARA) મકરપુરા વિસ્તારમાં આવેલા કટારીયા કાર શોરૂમ (Kataria Automobiles) માં ગતરાત્રે આગ (FIRE ACCIDENT) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આગ ત્રણ માળ સુધી ફેલાઇ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સદનસીબે શોરૂમમાં મુકેલી નવી કાર સુધી આગ પહોંચી શકી ન હતી. જેને કારણે શોરૂમ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી

વડોદરાના મકરપુરા વિસ્તારમાં કટારીયા ઓટોમોબાઇલ્સનું કારનું શોરૂમ આવેલું છે. અહિંયા નવી કારોનું વેચાણ તથા વેચાયેલી કારોનું સર્વિસ કરવામાં આવે છે. કારનો શોરૂમ બેઝમેન્ટથી લઇને ત્રણ માળ સુધી કાર્યરત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

શોરૂમના કાચ તોડીને આગ પર પાણીનો મારો ચલાવ્યો

ફાયર સુત્રોના જણાવ્યા અનુસાર, કારના શોરૂમના પહેલા માળે લાગેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી હતી. પહેલા માળ પર ઓફિસ આવેલી છે, બીજો માળ ખાલી અને તેનો ઉપરનો માળ કાર્યરત છે. આ આગમાં ત્રણ માળ લપેટમાં આવ્યા હતા. આગમાં ફર્નિચર સહિતનો સામાન ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ફાયર જવાનોએ શોરૂમના કાચ તોડીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

Advertisement

સવાર થતા જ આગ પર કાબુ મેળવી લેવાયો

સુત્રોએ ઉમેર્યું કે. ઘટનાની જાણ થતા જીઆઇડીસી ફાયર સ્ટેશનથી સ્ટાફ રવાના થયો હતો. જે બાદ જરૂર જણાતા અન્ય ફાયર સ્ટેશનથી લાશ્કરોની ટીમ બોલાવવામાં આવી હતી. સવાર થતા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. અને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આગ નવી કાર અને રિપેરીંગ માટે આવેલી કાર સુધી પહોંચતા પહેલા જ લાશ્કરોએ સ્થિતી પર કાબુ મેળવી લીધો હતો.

મોટું નુકશાન અટક્યું

આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધા બાદ કારણો અંગે તથા નુકશાનીનો સરવે હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, કાર બચી જતા મોટું નુકશાન અટક્યું હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : આરોપીને પકડવા પેરોલ ફર્લો સ્કવોર્ડ ત્રણ રાજ્ય ખુંદી વળી, ટીમની સફળતા પુરસ્કૃત

Tags :
Advertisement

.