Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : મંદિર બહાર કાર પાર્કિંગને લઇ ધીંગાણું, સામ-સામે નોંધાઇ ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં શનિદેવ મંદિર (SHANIDEV TEMPLE) બહાર કાર પાર્કિંગ (CAR PARKING) ને લઇને બે જુથ વચ્ચે ધીંગાણું થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં સામ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે રાયોટીંગનો...
11:04 AM Apr 17, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ (KARJAN) માં શનિદેવ મંદિર (SHANIDEV TEMPLE) બહાર કાર પાર્કિંગ (CAR PARKING) ને લઇને બે જુથ વચ્ચે ધીંગાણું થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં સામ સામે ફરિયાદ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

તું કેમ રસ્તામાં ગાડી મુકે છે

કરજણ પોલીસ મથકમાં રાજુગીરી કમલાનંદગીરી મહંત (ઉં. 55) (રહે. શનિદેવ મંદિર, જલારામ નગર, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 14 એપ્રિલે રાત્રે સવા દસ વાગ્યે તેઓ મંદિરમાં પૂજાપાઠ કરતા હતા. તે સમયે કેટલાક લોકો બોલાવવા લાગતા તેઓ મંદિરના દરવાજા પાસે ગયા હતા. ત્યાં જોયું કે મંદિરની સામે રહેતા હૈદરઅલી અને તેની પત્ની રહિશાબેન, માહિરઅલી, અહેશાનઅલી, અફસાનાબેન, એઝાઝઅલી, કુલસુમબેન, નાસીમબેન, નિલોફરબેન, સમીમ બેન બહાર ઉભા હતા. અને કહેવા લાગ્યા કે, તું કેમ અમારા આવર-જવરના રસ્તામાં ગાડી મુકે છે. પછી બોલાચાલી કરી હતી.

તારી ચરબી ઉતારી નાંખીશ

સામે મહંતે કહ્યું કે, મેં તમારૂ શું બગાડ્યું છે, હું સામાન્ય મંદિરનો પૂજારી છું. ભગવાનની સેવા કરું છું. તેમ કહેતા અહેશાનઅલી અને તેની પત્ની અફસાનાબેન ઉશ્કેરાયા હતા. અને મોટા અવાજે કહ્યું કે, તારી ગાડી રસ્તામાં કેમ મુકેલ છે, અમારી રીક્ષા ત્યાંથી નિકળી શકે તેમ નથી. જેથી મહંતે કહ્યું કે, તમારી રીક્ષાનો નિકળે તેટલો રસ્તો છે. આમ કહેતા તેઓ વધુ ઉશ્કેરાયા હતા. અને કહ્યું કે. તુ ઘણો ફાટી નિકળ્યો છે. તારી ચરબી ઉતારી નાંખીશ. જે બાદ વાત ઝપાઝપી સુધી પહોંચી હતી. જેથી આસપાસના લોકો એકત્ર થયા હતા. તેવામાં કોઇએ ફોન કરતા છોટા હાથી ટેમ્પામાં બે માણસો આવ્યા હતા.

આજે તુ આ બધા આવી ગયા એટલે બચી ગયો

મંદિરના દર્શનાર્થીએ તેમની ઓળખ બીલાલ ઇલ્યાસ ખત્રી અને મકસુદ ખત્રી (રહે. જલારામનગર) તરીકે કરી હતી. તેઓ પણ ઉપરાણું લઇને દર્શનાર્થીઓ સાથે એલફેલ બોલતા હતા. તે સમયે અન્ય વચ્ચે પડતા તેઓ રીક્ષામાં બેસતા બોલતા ગયા કે, બાવા, આજે તુ આ બધા આવી ગયા એટલે બચી ગયો છે. હવે પછી રસ્તા પર તારી કાર કે મંદિર આવતા માણસોનીકાર મુકી તો જીવતો છોડીશું નહિ. આખરે રાજુગીરી કમલાનંદગીરી મહંત (ઉં. 55) (રહે. શનિદેવ મંદિર, જલારામ નગર, કરજણ) એ હૈદરઅલી, રહિશાબેન, માહિરઅલી, અહેશાનઅલી, અફસાનાબેન, એઝાઝઅલી, કુલસુમબેન, નાસીમબેન, નિલોફરબેન, સમીમ બેન, બીલાલ ઇલ્યાસ ખત્રી અને મકસુદ ખત્રી (તમામ રહે. કરજણ જલારામનગર) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર નહિ હટે, જવું હોય તો જા

આ મામલે સામા પક્ષે પણ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અહેસાનઅલી મીરસાબમીયા સૈયદ (ઉં. 44) (રહે. વૃંદાવનવાડી, જલારામાનગર, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 14 એપ્રિલે સવારે તેઓ પરિવારમાં શ્રીમંત પ્રસંગ હોવાથી ગયા હતા. રાત્રે પરત ફરતી વેળાએ શનિદેવ મંદિરના પૂજારીએ કાર મુકી હતી. તેની બાજુમાં અન્ય કાર પડી હતી. જેને લઇને રીક્ષા નિકળે તેમ ન હતું. જેથી તેમણે કાર હટાવવા કહ્યું હતું. તેવામાં પૂજારી બહાર આવ્યા હતા. અને કહ્યું કે, આ કાર નહિ હટે, જવું હોય તો જા. દરમિયા ઝગડો ચાલુ થયો હતો. તેવામાં માહિરઅલી એઝાઝ અલીને તેના ઘરે મુકવા જઇ રહ્યો હતો. તેણે ઘટનાનું મોબાઇલમાં રેકોર્ડિંગ લઇ રહ્યો હતો. તેવામાં કેનાલનાળા પર થી 8 - 10 માણસો ત્યાં આવ્યા હતા. અને માહિરઅલીને કહ્યું કે, કેમ મોબાઇલમાં વિડીયો બનાવે છે. જે બાદ બોલાચાલી કરી હતી.

ટોળા સામે ફરિયાદ

જે બાદ અલગ અલગ શખ્સો દ્વારા અલગ અલગ વ્યક્તિને દંડા, પથ્થર, અને હાથના કડા વડે માર મારવામાં આવ્યો હતો. તો કેટલાકને કેનાલમાં ફેંકી દીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જેમાં લોહી પણ નિકળ્યું હતું. આખરે તેઓ 100 નંબર પર ફોન કરતા પોલીસની વાન આવી હતી. દરમિયાન ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે રાજુભાઇ ભરવાડ, જગદિશભાઇ ભરવાડ, જલાભાઇ ભરવાડ, મેરૂભાઇ ભરવાડ, કાનાભાઇ ભરવાડ (રહે. જલારા નગર, કરજણ) તથા અન્ય પંદર - વીસ માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- Election 2024: ચૂંટણીના આ નિયમ વિશે જાણો છો? મતદાર અસલી છે કે નકલી તે માત્ર બે રૂપિયામાં જાણી શકાશે

Tags :
carcomplaintfightgroupKarjanlodgeparkingShanidevtempleTwoVadodara
Next Article