Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બુટલેગર અને હોટલ સંચાલકની ગજબ સાંઠ-ગાંઠ !

VADODARA : વડોદરાના કરજણ (VADODARA - KARJAN) માં બુટલેગર અને હોટલ સંચાલક (HOTEL OWNER) ની ગજબ સાંઠ-ગાંઠ સામે આવી છે. પોલીસે બાતમીના આધારે હોટલના કમ્પાઉન્ડમાં રાખેલા કન્ટેનર સુધી પહોંચી હતી. કન્ટેનરમાંથી ચાલક મળી આવ્યો હતો. તેની કડકાઇપુર્વક પુછપરછ કરતા તેણે...
vadodara   બુટલેગર અને હોટલ સંચાલકની ગજબ સાંઠ ગાંઠ

VADODARA : વડોદરાના કરજણ (VADODARA - KARJAN) માં બુટલેગર અને હોટલ સંચાલક (HOTEL OWNER) ની ગજબ સાંઠ-ગાંઠ સામે આવી છે. પોલીસે બાતમીના આધારે હોટલના કમ્પાઉન્ડમાં રાખેલા કન્ટેનર સુધી પહોંચી હતી. કન્ટેનરમાંથી ચાલક મળી આવ્યો હતો. તેની કડકાઇપુર્વક પુછપરછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. સમગ્ર મામલે બે શખ્સો સામે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Advertisement

પંચોને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી

કરજણ પોલીસ મથક (VADODARA - KARJAN) માં હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ ચીથરભાઇએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પોલીસ મથકમાં હાજર હતા. તેવામાં બાતમી મળી કે, નેશનલ હાઇવે 48 પર વડોદરાથી ભરૂચ તરફ જવાના ટ્રેક પર ટોલનાકા આગળ આવેલી હોટલના કમ્પાઉન્ડમાં બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી દારૂ ભરીને રાખવામાં આવ્યો છે. જેના આધારે પોલીસની ટીમ પંચોને સાથે રાખીને ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચીને બાતમીથી મળતા આવતા કન્ટેનરની ઓળખ કરવામાં આવી હતી. કન્ટેનરના ચાલકે પોતાની ઓળખ અખલાખ નીશારઅહેમદ મેવ (રહે. હરીયાણા) ની આપી હતી.

વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

પોલીસ જવાનોએ કન્ટેનરમાં શું ભર્યું છે, તે અંગે પુછતા તેણે બિલ્ટી રજૂ કરી હતી. તેમાં પ્લાસ્ટીકની શીટ રાખવામાં આવી હોવાનું જાણવા મળતું હતું. જે બાદ ડ્રાઇવર કેબીનનો દરવાજો ખોલીને તપાસ કરતા ડ્રાઇવર સીટની પાછળથી તેમજ કેબીનના ઉપરના ભાગે બનાવવામાં આવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 33 પેટી ભરીને કુલ રૂ. 1.47 લાખનો દારૂ પકડી પાડ઼્યો હતો.

Advertisement

હોટલના માલિકને આપવાનો હતો

બાદમાં ચાલકની કડકાઇ પુર્વક પુછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે, મને હોટલ ચલાવતા મુકેશભાઇ નાનુરામ તેલીએ ફોન કરીને જણાવ્યું કે, તું ભીલવાડા આવીને મને ફોન કરજે, મારૂ કન્ટેનર લઇને ભીલવાડા આવતા મુકેશ ભાઇને ફોન કર્યો હતો. જેથી તેમણે કહ્યું કે, તું ભીલવાડા બ્રિજ પાસે ઉભો રહે, મારો મણસ થોડી વારમાં તારી પાસે આવશે, જે બાદ તેમના માણસોએ આવીને મારૂ કન્ટેનર થોડીક વાર માટે લઇને પરત આપી ગયા હતા. આ વિદેશી દારૂ હોટલના માલિક મુકેશભાઇ નાનુરામ તેલીને આપવાનો હતો.

બે સામે નોંધાઇ ફરિયાદ

ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે રૂ. 1.47 લાખનો વિદેશી દારૂ, રૂ. 15 લાખનું કન્ટેનર, રૂ. 7.7 લાખનો સામાન સહિત કુલ રૂ. 24.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે આખલાખ નાશારઅહમદ મેવ (રહે. ખલ્વાદી પટ્ટી દેહના, મેવાત - હરયાણા) અને મુકેશભાઇ નાનુરામ તેલી (ઝમ્ભ શક્તિ હોટલ, નેશનલ હાઇવે - 48, કરજણ - વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : માછલી પકડવાની જાળમાં આઘેડ ફસાતા મોત

Tags :
Advertisement

.