Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કમાટીબાગમાં આધેડે ઝેરી દવા ગટગટાવી

VADODARA : વડોદરા (VADODARA) ના સહેલાણીઓથી ભરેલા રહેતા કમાટીબાગમાં (KAMATI BAUG ZOO) આજે આધેડે ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરાતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી...
vadodara   કમાટીબાગમાં આધેડે ઝેરી દવા ગટગટાવી

VADODARA : વડોદરા (VADODARA) ના સહેલાણીઓથી ભરેલા રહેતા કમાટીબાગમાં (KAMATI BAUG ZOO) આજે આધેડે ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણ કરાતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ આધેડે ઝેરી દવા ગટગટાવવા પાછળનું કારણ અકબંધ છે.

Advertisement

જીવનનો અંત આણ્યો

મધ્યગુજરાતનું એક સમયનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય વડોદરાનું કમાટીબાગ હતું. અહિંયા માત્ર વડોદરા જ નહિ પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. હાલ તો વેકેશનનો માહોલ હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ કમાટીબાગની મુલાકાતે આવે છે. આ તમામ વચ્ચે આજે આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે કમાટીબાગમાં એક આધેડે ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. ઘટના અંગે જાણ થતા સૌ કોઈ સ્તબ્ધ બન્યા હતા.

આધેડ એકાએક ઢળી પડ્યા

સમગ્ર ઘટનાને લઇ પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે બપોરના સમયે કમાટીબાગમાં આવતા મુલાકાતીઓ માટેની બેઠક વ્યવસ્થા વચ્ચે એક આધેડ એકાએક ઢળી પડ્યા હતા. તેને લઇને કમાટીબાગના સિક્યોરીટી સહિતના લોકો જગ્યાએ દોડી ગયા હતા. અને આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ આધેડ નજીકથી ઝેરી બે બોટલો મળી આવી હતી. મૃતકની ઓળખ વિનોદચંદ્ર રાઠવા (રહે. વાઘોડિયા) તરીકે કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું કે, તેઓ રીટાયર્ડ શિક્ષક હતા.

Advertisement

કારણ જાણી શકાયું નથી

ઘટના અંગે તેમના પરિજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરિજનોના આક્રંદને પગલે વાતાવરણ ગમગીન બન્યું હતું. તો બીજી તરફ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તબક્કે રીટાયર્ડ શિક્ષકે ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવવા મામલે કોઇ કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો -- VADODARA : વેબસાઇટમાં નામ એન્ટર કરવાથી મતદારોને મળશે ડિઝીટલ ઇન્વિટેશન

Advertisement

Tags :
Advertisement

.