Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કમાટીબાગ ઝૂમાં જિરાફ, હરણ અને ઝીબ્રા ધૂળ ખાતા નજરે પડ્યા

VADODARA : વડોદરામાં મધ્યગુજરાતનું એક સમયનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમાટીબાગ (KAMATI BAUG ZOO) આવેલું છે. અહિંયા લાવવામાં આવેલા જિરાફ, ઝીબ્રા અને હરણ ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. જેને લઇને લોકોમાં તંત્રની લાપરવાહી સામે રોષ જોવા મળી રહ્યો છે....
vadodara   કમાટીબાગ ઝૂમાં જિરાફ  હરણ અને ઝીબ્રા ધૂળ ખાતા નજરે પડ્યા

VADODARA : વડોદરામાં મધ્યગુજરાતનું એક સમયનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમાટીબાગ (KAMATI BAUG ZOO) આવેલું છે. અહિંયા લાવવામાં આવેલા જિરાફ, ઝીબ્રા અને હરણ ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. જેને લઇને લોકોમાં તંત્રની લાપરવાહી સામે રોષ જોવા મળી રહ્યો છે. કોઇ મેનેજમેન્ટ ન હોય તો શું કામ પાલિકા પૈસા ખર્ચીને પ્રાણીઓ લાવતી હશે, તેવો ગણગણાટ લોકોમાં જોવા મળી રહ્યો છે.

Advertisement

આકર્ષણના ઉમેરો કરવા પ્રયાસ

વડોદરામાં રોડ-રસ્તા, ઓવર બ્રિજ, તળાવોનું પાલિકા તંત્ર દ્વારા બ્યુટીફીકેશન હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ તેની જાળવણીથી નાગરિકો વાકેફ જ છે. તેવી જ રીતે તંત્ર દ્વારા કમાટીબાગનું બ્યુટીફીકેશન સાથે જ તેના આકર્ષણના ઉમેરો કરવા માટે ફાઇબરની વિવિધ પ્રાણીઓની બનાવેલી પ્રતિમાઓ સ્થાપીત કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ યોગ્ય સ્થાનના અભાવે પ્રાણીઓની પ્રતિમા ધૂળ ખાતી જોવા મળી રહી છે. જે પાલિકાના ગેરવહીવટને ખુલ્લો પાડે છે.

જગ્યાના અભાવે હાલ તમામ ધૂળ ખાઇ રહી છે

તાજેતરમાં કમાટીબાગ ઝૂમાં ફાઇબરનો હાથી અને ડાયનાસોર મુકવામાં આવ્યો હતો. તે પૈકી એકને લાકડીનો ટેકો આપવો પડ્યો હોય તેવો વિડીયો ટુંકા ગાળામાં જ સામે આવ્યો હતો. આ ઘટના પરથી પણ તંત્ર દ્વારા કોઇ બોધપાઠ લેવામાં નહિ આવ્યો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં કમાટીબાગ તંત્ર દ્વારા જિરાફ, હરણ અને ઝીબ્રાની ફાઇબરની પ્રતિમાઓ મંગાવવામાં આવી છે. પરંતુ તેમની માટે યોગ્ય જગ્યાના અભાવે હાલ તમામ ધૂળ ખાઇ રહી છે.

Advertisement

પાલિકા તંત્ર બોધપાઠ લે

કમાટીબાગની લોકપ્રિય જોય ટ્રેનની મુસાફરી દરમિયાન આ પ્રતિમાઓ ધૂળ ખાતી નજરે પડી રહી છે. અને રોજ સેંકડો લોકો પાલિકાનો ગેરવહીવટ સગી આંખે નિહાળી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આ પ્રકારના આકર્ષણનો ઉમેરો કરતા પહેલા જરૂરી અભ્યાસ નહિ કર્યો હોવાનું આ ઘટના પરથી ફલિત થઇ રહ્યું છે. આ ઘટના પરથી પાલિકા તંત્ર કોઇ બોધપાઠ લે છે કે પછી આ પ્રકારની બેદરકારીઓનું પુનરાવર્તન થયું રહે છે, તે આવનાર સમય જ કહેશે.

આ પણ વાંચો -- VADODARA : મતદાન કર્યાની નિશાની અપાવશે ભારે ડિસ્કાઉન્ટનો લાભ

Advertisement

Tags :
Advertisement

.