VADODARA : ટ્રેક્ટરની ટ્રોલીને દારૂનું સંગ્રહસ્થાન બનાવવનો પ્રયાસ નાકામ
VADODARA : વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) ના જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION) ની હદમાં નંબર પ્લેટ વગરની ટ્રેક્ટરની ટ્રોલીને દારૂનું સંગ્રહસ્થાન બનાવવાનો નાકામ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા મોટી સફળતા મળી છે. સાથે જ ત્રણ આરોપીઓ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ટ્રેક્ટરની ટ્રોલીમાં વિદેશી દારૂ
જરોદ પોલીસ મથકમાં એએસઆઇ રામસિંહ માનસિંહએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ જરોદ પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન રાજપુરા ગામની સીમમાં નર્મદા કેનાલ નજીક આવતા બાતમી મળી કે, રાજપુરા ગામે રહેતા શૈલેષ વિક્રમસિંહ ચૌહાણે ખેતરમાં વાદળી કલરની નંબર પ્લેટ વગરની ટ્રેક્ટરની ટ્રોલીમાં વિદેશી બનાવટનો દારૂ મુકી રાખ્યો છે. અને તેના પર મકાઇની કડબના પુડા મુકીને તેની નિગરાની રાખવામાં આવી રહી છે.
75 પેટી દારૂનો જથ્થો જપ્ત
બાતમી બાદ સ્થળ પર રેડ કરવામાં આવી હતી. જેમાં ટ્રેક્ટરની ટ્રોલી ઉભી હતી. તેમાં મકાઇના કડબના પુડા મુક્યા હતા. તથા ખેતરને અડીને મકાઇ અને બાજરી કાપેલી હતી. ટ્રોલીમાં તપાસ કરતા મકાઇના પુડાની નીચે દારૂની પેટીઓ મળી આવી હતી. જેને બહાર કાઢીને તેની ગણતરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહીમાં 75 પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રૂ. 50 હજારની ટ્રોલી સહિત પોલીસે રૂ. 4.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ત્રણ સામે ફરિયાદ
ઉપરોક્ત ઘટનામાં મુખ્ય આરોપી શૈલેષ વિક્રમસિંહ ચૌહાણ, દારૂ ભરેલી ટ્રોલી મુકેલી જગ્યાના ખેતર માલિક શેલૈષ વિક્રમસિંહ ચૌહાણે તથા દારૂ સંતાડવા માટે ઘાસચારો પુરો પાડનાર અંદરસિંહ છત્રસિંહ ચૌહાણ (ત્રણેય રહે. રાજપુુર, વાઘોડિયા, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે તમામ આરોપીઓને દબોચી લેવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- Vadodara: શિનોરના દિવેરમાં પતિએ મોતને ઘાટ ઉતારી, છ વર્ષ પહેલા જ થયા હતા પ્રેમલગ્ન