Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસનું જાહેરનામું

VADODARA : આજરોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA - AMIT SHAH) વડોદરામાં રોડ શો (ROAD SHOW) કરનાર છે. જેને લઇને વડોદાર પોલીસ (VADODARA POLICE) દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર રોડ-શોને લઇને 25 રસ્તાઓ પર...
vadodara   કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોને લઇ પોલીસનું જાહેરનામું

VADODARA : આજરોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (HOME MINISTER OF INDIA - AMIT SHAH) વડોદરામાં રોડ શો (ROAD SHOW) કરનાર છે. જેને લઇને વડોદાર પોલીસ (VADODARA POLICE) દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર રોડ-શોને લઇને 25 રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સાથે જ રોડ-શોના રૂટને નો પાર્કિંગ ઝોન (NO PARKING ZONE) જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું આજે સાંજે 4 વાગ્યાથી અમલી થશે.

Advertisement

રથ સાથે રાખીને રિહર્સલ

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના (VADODARA LOKSABHA BJP CANDIDATE) ઉમેદવાર ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે રોડ શો કરશે. જેને લઇને ગતરોજથી સિક્યોરીટીને લઇને સેન્ટ્રલ એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. ગત મોડી સાંજે વિશેષ સિક્યોરીટી સાથે રોડ-શોનો રથ સાથે રાખીને રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

બંને બાજુને નો પાર્કિંગ ઝોન જાહેર

આજે સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો રોડ-શો વિહાર ચાર રસ્તાથી શરૂ થઇને, નાની શાક માર્કેટ, ચોખંડી ચાર રસ્તા થઇ, એમ.જી રોડ, રાજમહેર રોડ થઇ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પૂર્ણ થશે. રોડ-શો 4 વાગ્યાથી શરૂ થશે, જે પૂર્ણ થતા સુધી વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું લાગુ રહેશે. સાથે જ રોડ-શોના રૂટની બંને બાજુને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવી છે.

Advertisement

રોડ - શો દરમિયાન નીચે મુજબના રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેતા “મોત” ફરી વળ્યું

Tags :
Advertisement

.