Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કારમાં ખીચોખીચ લઇ જવાતો નશીલા પદાર્થનો મોટો જથ્થો જપ્ત

VADODARA વડોદરા પાસે કારમાં ખીચોખીર ભરીને લઇ જવાનો નશીલા પદાર્થોનો મોટો જથ્થો પોલીસને પકડી પાડવામાં સફળતા મળી છે. કાર પેટ્રોલપંપ પર ઇંધણ ભરાવી રહી હતી. તેવામાં પોલીસે કારમાં બેઠેલા શખ્સોની મુદ્દામાલ સહિત અટકાયત કરી છે. સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં...
05:10 PM Apr 15, 2024 IST | PARTH PANDYA

VADODARA વડોદરા પાસે કારમાં ખીચોખીર ભરીને લઇ જવાનો નશીલા પદાર્થોનો મોટો જથ્થો પોલીસને પકડી પાડવામાં સફળતા મળી છે. કાર પેટ્રોલપંપ પર ઇંધણ ભરાવી રહી હતી. તેવામાં પોલીસે કારમાં બેઠેલા શખ્સોની મુદ્દામાલ સહિત અટકાયત કરી છે. સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત

હાલ વડોદરામાં વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગું છે. તેવામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ વિભાગ તથા વિવિધ બ્રાન્ચો દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વડોદરા પોલીસે કારમાં ખીચોખીચ ભરીને લઇ જવાતો નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

પોલીસના જવાનોએ તેને કોર્ડન કરી

આજની કાર્યવાહી અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, દેણા ચોકડી પાસે પેટ્રોલ પંપ પર બે ઇસમો ઇંધણ ભરાવવા માટે કાર લઇને આવ્યા હતા. બાતમીના આધારે હરણી પોલીસની ટીમો કારની વોચમાં હતી. કાર પેટ્રોલ પંપ પર આવતાની સાથે જ પોલીસના જવાનોએ તેને કોર્ડન કરી લીધી હતી. અને તેમાં તપાસ કરતા ખીચોખીચ ભરેલા નશીલા પદાર્થો મળી આવ્યા હતા. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

હરણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

પોલીસે નશીલા પદાર્થની એફએસએલ તપાસ માટે ટીમ સ્થળ પર બોલાવી હતી. પોલીસ દ્વારા પકડી પાડવામાં પદાર્થ ગાંજો હોવાનું પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું છે. તો બીજી તરફ આ જથ્થાનું વજન આશરે 100 કિલો જેટલી માનવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ કારમાં અલગ અલગ પ્રકારના પેકીંગમાં રાખવામાં આવેલા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે હરણી પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી લાવીને ક્યાં લઇ જવાનો હતો, કોણ કોણ આમાં સામેલ છે, તેવા સવાલોના તપાસ મેળવવા માટે વિવિધ ટીમો કામે લાગનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

આ પણ વાંચો --  VADODARA : મૂળ વ્યવસાયે ફેરિયો હોટલમાં રોકાઈને ચોરીને અંજામ આપતો

Tags :
carcoughdetainedfroHARNIHugeMarijuanapoliceQuantityTwoVadodara
Next Article