adodara : હરણી લેક દુર્ઘટના મામલે વિપક્ષી નેતાના સરકાર પર આકરા પ્રહાર, VMC ની મોટી કાર્યવાહી
વડોદરાની (Vadodara) ગોઝારી હરણીલેક દુર્ઘટના મામલે વિપક્ષી નેતા અમી રાવત (Ami Rawat) દ્વારા રાજ્ય સરકાર પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારે પીડિત પરિવારોને ન્યાય અપાવવાની મોટી-મોટી વાતો કરી હતી, પરંતુ કોર્પોરેશનના (VMC) અધિકારીઓ જવાબદાર છે, ત્યારે હજી સુધી કોઈ કડક કાર્યવાહી નથી થઇ. અમી રાવતે આરોપ લગાવતા કહ્યું કે, મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ગઈકાલે ગુજરાત હાઇકોર્ટે તત્કાલીન મ્યુનિ. કમિશનર H.S. પટેલ (H.S. Patel) અને વિનોદ રાવ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુમક કર્યો હતો.
મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે : અમી રાવત
વડોદરા હરણીલેક દુર્ઘટનામાં (Harani lake) 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકનાં મોત થયાં હતાં. આ ગોઝારી ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. આ કેસને લઈ ગઈકાલે હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે તત્કાલીન મ્યુનિ. કમિશનર એચ.એસ. પટેલ અને વિનોદ રાવ (Vinod Rao) સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. જ્યારે બીજી તરફ સરકારે પણ આ ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી કટિબદ્ધતા બતાવી હતી. ત્યારે હવે વિપક્ષી નેતા અમી રાવત (Ami Rawat) દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, હરણી લેક દુર્ઘટનાના પીડિત પરિવારોને સરકાર પાસે ન્યાયની અપેક્ષા હતી. જ્યારે સરકારે પણ પીડિત પરિવારોને ન્યાય અપાવવાની મોટી-મોટી વાતો કરી હતી. પરંતુ, કોર્પોરેશનનાં અધિકારીઓ જ જવાબદાર છે, છતાં કડક કાર્યવાહી કરવામાં આવી નથી. અમી રાવતે આરોપ લગાવતા કહ્યું કે, મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે.
તપાસ ચાલુ હોવા છતાં જવાબદાર ઇજનેર વિદેશ ગયા!
બીજી તરફ વડોદરા (Vadodara) હરણી લેકઝોન બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ કોર્પોરેશન તંત્ર (VMC) હરકતમાં આવ્યું છે. માહિતી મુજબ, કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ, પૂર્વ ઝોનના હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલ અને ઈજનેર જિગર સયાનિયા દોષિત જાહેર કરી તપાસના આદેશ કર્યા છે. સાથે જ પૂર્વ ઝોનના ડે. એન્જિનિયર જિગ્નેશ શાહ ( Jignesh Shah) વિરુદ્ધ તપાસના આદેશ કર્યા છે. જો કે, એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે જવાબદાર ઇજનેર જિજ્ઞેશ શાહ તપાસ ચાલુ હોવા છતાં વિદેશ ચાલ્યા ગયા છે. પાલિકાએ વિદેશ જવાની મંજૂરી નહીં આપી હોવા છતાં વિદેશ ગયાનો ખુલાસો થયો છે. સામાજિક જવાબદારીને લઇ જવું પડે તેવી સ્થિતિ સર્જાતા કાર્યપાલક ઇજનેરને જાણ કરીને અધિકારી જતા રહ્યા હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Harani Lake Boat Tragedy મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો હુકમ, બે અધિકાર સામે કાર્યવાહીના આદેશ
આ પણ વાંચો - VADODARA : MSU માં લાયકાત વગર કાયમી શિક્ષકોની ભરતીનો આરોપ
આ પણ વાંચો - VADODARA : SMC ના દરોડામાં બુટલેગર સહિત 8 ઝબ્બે, 3 વોન્ટેડ