VADODARA : ગોત્રીમાં બિલ્ડીંગની દિવાલ પડતા બે કારને નુકશાન
VADODARA : વડોદરા (VADODARA) પાલિકા દ્વારા જર્જરિત મકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં વરસાદ વચ્ચે આજે ગોત્રી વિસ્તારમાંં આવેલા એક કોમ્પલેક્ષની દિવાલ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશાયી થવાના કારણે તેની બાજુમાં પાર્ક કરેલી કાર પર કાટમાળ પડતા ભારે નુકશાન પહોંચ્યું છે. આ વાત પરથી અંદાજો લગાડી શકાય કે, કઇ દિવાલ ક્યારે પડશે તેનો અંદાજો કોઇ લગાડી શકે તેમ નથી.
કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશાયી
વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા ચોમાસાની રૂતુને ધ્યાને રાખીને જર્જરિત મકાનોમાં કોઇ હાદસો ન થઇ જાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે વડોદાના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સ બિલ્ડીંગની એક તરફની કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જેમાં પાસે પાર્ક કરેલી બે કારને નુકશાન પહોંચ્યું છે.
કાટમાળ પડતા મોટું નુકશાન
આજે સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ટુકટે ટુકડે વરસાદ મન મુસીને વરસી રહ્યો છે. ત્યારે શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઇટ્સમાં વરસાદ વચ્ચે રોડ સાઇડ તરફની આવેલી દિવાલનો એક ભાગ જમીન દોસ્ત થઇ ગયો છે. જેને કારણે બિલ્ડીંગના રહીશો દોડીને આવ્યા છે. આ ઘટનામાં પાસે પાર્ક કરેલી બે કાર પર કાટમાળ પડતા મોટું નુકશાન પહોંચ્યું છે. જો કે, કોઇ જાનહાની નહી થતા તમામે રાહતનો શ્વાસ લીધો છે.
આ પણ વાંચો -- VADODARA : ગટરની અંદરનો ભાગ બેસી જતા ગુફા બની