Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચાર ભાઇ-બહેન પૈકી એકને વડીલો પાર્જીત મિલકતમાંથી દુર કરાતા ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) પાસે જરોદ પોલીસ મથક વિસ્તારમાં ચાર ભાઇ બહેન પૈકી એકને વડીલો પાર્જીત મિલકતમાંથી દુર કરવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જેમાં સ્વર્ગીય માતા સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી...
vadodara   ચાર ભાઇ બહેન પૈકી એકને વડીલો પાર્જીત મિલકતમાંથી દુર કરાતા ફરિયાદ

VADODARA : વડોદરા (VADODARA) પાસે જરોદ પોલીસ મથક વિસ્તારમાં ચાર ભાઇ બહેન પૈકી એકને વડીલો પાર્જીત મિલકતમાંથી દુર કરવામાં આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જેમાં સ્વર્ગીય માતા સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

અરજી કરી હતી

જરોદ પોલીસ મથકમાં વિષ્ણુભાઇ હરિદત્ત શર્મા (રહે. રીવાલી ગામ ફળિયુ, રાજસ્થાન) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ જમીન-લે વેચનો ધંધો કરે છે. તેમના પિતાજી હરિદત્ત શર્માનું વર્ષ 2013 માં અકસ્માતમાં મોત નિપજ્યું હતું. માતાનું વર્ષ 2018 માં મોત નિપજ્યું હતું. પરિવારમાં બે ભાઇઓ અને બે બહેનો છે. તેમણે મૈયત - લક્ષ્મીબેન હરિદત્ત શર્મા, અશોક હરિદત્ત શર્મા અને મંજુલાબેન ધર્મેન્દ્રભાઇ શર્મા તથા પુનિતાબેન હિતેશભાઇ જાંગીડ વિરૂદ્ધ અરજી કરી હતી. જે બાદ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

વડીલો પાર્જીત મિલકતમાં આવે

તેમના દાદા રામપ્રતાપ શર્મા વર્ષો પહેલા નોકરી ધંધો કરવા માટે ગુજરાતમાં આવ્યા હતા. વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે વડીલો પાર્જીત જમીન દાદા અને પિતાએ કામરોલ ગામ નજીક વેચાણથી રાખી હતી. તે પૈકી બિનખેતી જમીન પર પ્લોટ પાડવામાં આવ્યા છે. અનેકામલોર ગામની સીમમં આવેલી જમીન સરકારશ્રી થઇ છે. જેનો કેસ ચાલી રહ્યો છે. એક જમીનના આગળના ભાગે ત્રણ કોમર્શિયલ દુકાનો અને પાછળ મકાન આવેલા છે. તથા અશોક શો મીલ ટીમ્બર માર્ટની જમીન ભાડે રાખીને શરૂ કરી હતી. જેની નોંધ થયેલી છે. તે વડીલો પાર્જીત મિલકતમાં આવે છે.

Advertisement

પેઢીનામું માતા અને ભાઇએ બનાવ્યું

ઉપરોક્ત વડીલો પાર્જીત મિલકતમાં તેમને હક ડુબાડવા માટે વર્ષ 2018 માં માતા અને ભાઇ અશોકના હસ્તક લીધેલા રૂ. 50 ના સ્ટેમ્પ ખરીદ્યા હતા. તેમાં વર્ષ 2018 માં સોગંદનામું કરવામાં આવ્યું હતું. જેમાં તેમના માતાની સહી છે. માતાએ કરેલ સોગંદનામામાં પેઢીનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પિતાનું વર્ષ 2013 માં મૃત્યુ થયું હોવાનો ઉલ્લેખ છે. જેમાં પ્રથમ માતા લક્ષ્મીબેન બાદમાં મંજુલાબેન, પુનિતાબેન, અને અશોકભાઇનું નામ છે. તે પછી કોઇ વારસદાર નહી હોવાનું નોટરી સમક્ષ ખોટું સોગંદનામું બનાવ્યું છે. જે વર્ષ 2018 માં તલાટી કમ મંત્રીની રૂબરૂમાં બનાવવામાં આવ્યું હતું. જેમાંથી તેમનું નામ પેઢીનામામાંથી કાઢી નાંખવામાં આવ્યું હતું. આ પેઢીનામું તેમના માતા અને ભાઇ અશોકભાઇ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

નામ કમી કરવામાં આવ્યું

બાદમાં અશોકભાઇએ વર્ષ 2020 માં એક સ્ટેમ્પ ખરીદ્યો હતો. તેમાં માતાના મૃત્યુ બાદ વારસાઇ કરવામાં આવી હતી. મિલકતમાં બીજા કોઇ વારસદારોના નામ દાખલ કરવાના બાકી રહેતા નથી. જે અંગે નોટરી સમક્ષ કરવામાં આવેલા સોગંદનામામાં માતાનું નામ કમી કરવામાં આવ્યું હતું.

Advertisement

કુલ ચાર સામે ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે મૈયત - લક્ષ્મીબેન હરિદત્ત શર્મા, અશોકભાઇ હરિદત્ત શર્મા (રહે. જરોદ, રાજપુત ફળિયાની બાજુુમાં), મંજુલાબેન ધર્મેન્દ્રભાઇ શર્મા (રહે. પંચવટી સોસાયટી, વાસદ) અને પુનિતાબેન હિતેશભાઇ જાંગીડ (રહે. સીતારામ નગર, સયાજીપાર્ક) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પિતાએ પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાવી

Tags :
Advertisement

.