Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ફાયર NOC મેળવવા અધિકારીઓ કરતા પહેલા અરજદારો પહોંચ્યા

VADODARA : છેલ્લા ત્રણ દિવસમાં પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા હવે લોકો દોડતા થયા છે. અને ફાયર એનઓસી મેળવવા માટે કચેરીએ પહોંચ્યાVADODARA : રાજકોટ અગ્નિકાંડ (RAJKOT FIRE TRAGEDY) બાદ વડોદરામાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને પાલિકા (VMC - VADODARA) ના...
vadodara   ફાયર noc મેળવવા અધિકારીઓ કરતા પહેલા અરજદારો પહોંચ્યા

VADODARA : છેલ્લા ત્રણ દિવસમાં પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા હવે લોકો દોડતા થયા છે. અને ફાયર એનઓસી મેળવવા માટે કચેરીએ પહોંચ્યાVADODARA : રાજકોટ અગ્નિકાંડ (RAJKOT FIRE TRAGEDY) બાદ વડોદરામાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને પાલિકા (VMC - VADODARA) ના ફાયર સહિતના ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં ફાયર એનઓસી (FIRE NOC - VADODARA) નહી હોવાનું ધ્યાને આવતા નોટીસ આપવા તથા સીલ મારવા સુધીની કામગીરી હાથ ધરવામાં આવીર રહી છે. ત્યારે આજે વડોદરાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કાર્યરત ફાયર વિભાગની ઓફિસે અરજદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેમાં અધિકારીઓ પહોંચે તે પહેલા અરજદારો પહોંચીને પોતાનો નંબર આવવાની રાહ જોઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

હવે લોકો દોડતા થયા

લોકોની સુપક્ષા સુનિશ્ચિત કરવા માટે વડોદરા પાલિકાના ફાયર સહિતના વિભાગો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને જ્યાં પણ કોઇ ક્ષતિ જણાય કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા ભાગના કિસ્સાઓમાં ફાયર એનઓસી સંબંધિત મામલા સામે આવ્યા છે. તેમાં સંચાલકોને નોટીસ પાઠવવા અથવા તો પરિસર સીલ મારી દેવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા પાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવતા હવે લોકો દોડતા થયા છે. અને ફાયર એનઓસી સહિતના જરૂરી સર્ટિફીકેટ મેળવવા માટે કચેરીએ પહોંચી રહ્યા છે. આજે શહેરના દાંડિયા બજાર સ્થિત ફાયર વિભાગની કચેરીએ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો આવી પહોંચ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

Advertisement

મોડી રાત સુધી કામ કરી રહ્યા છે

તેની સામે અધિકારીઓ-કર્મચારીઓનું ઓફીસમાં આવવાનું શરૂ થયું હોવાનું જોવા મળી રહ્યું છે. એકલ-દોકલ અરજદારોને કચેરીની ઓફીસ નીચે કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. પાલિકાના ફાયર વિભાગની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ જે કોઇ અરજદારો ફાયર એનઓસી સહિતના જરૂરી સર્ટિફીકેટ મેળવવા માટે આવે તો તેઓ સરળતાથી તે મેળવી શકે તેવી વ્યવસ્થા પણ હોવી જોઇએ. નહી તો કચેરીએ લાંબી લાંબી લાઇનો લાગશે. ફાયર કર્મી જણાવે છે કે, હાલ મોડી રાત સુધી અધિકારીઓ-કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જેને લઇને બધા આવશે. ઓફીસ શરૂ થવાનો સમય 11 વાગ્યાનો છે.

આ પણ વાંચો -- VADODARA : લોકોની સુરક્ષાને લઇ સઘન તપાસ, નોટીસ-સીલ મારવાનું જારી

Advertisement

Tags :
Advertisement

.