Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ફાયર ફાઇટર ઐરાવતની ટ્રેઇનીંગ આપવા વિદેશથી ઇન્સ્ટ્રક્ટર આવ્યા

VADODARA : વડોદરાના ફાયર ડિપાર્ટમેન્ટને (VADODARA - FIRE DEPARTMENT) મહાકાય ઐરાવત ફાયર ફાઇટર મશીન (AIRAVAT HYDRAULIC ELEVATOR PLATFORM) આપવામાં આવ્યું છે. જેના ઉપયોગને લઇને અગાઉ ફાયરના જવાનોને ટ્રેઇનીંગ આપવામાં આવી હતી. આજે આ મશીન અંગે વધુ ઇન્સ્ટ્રક્શન આપવા માટે વિદેશથી...
02:09 PM May 30, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના ફાયર ડિપાર્ટમેન્ટને (VADODARA - FIRE DEPARTMENT) મહાકાય ઐરાવત ફાયર ફાઇટર મશીન (AIRAVAT HYDRAULIC ELEVATOR PLATFORM) આપવામાં આવ્યું છે. જેના ઉપયોગને લઇને અગાઉ ફાયરના જવાનોને ટ્રેઇનીંગ આપવામાં આવી હતી. આજે આ મશીન અંગે વધુ ઇન્સ્ટ્રક્શન આપવા માટે વિદેશથી એન્જિનીયર આવી પહોંચ્યા છે. અને પ્રેક્ટીકલ ટ્રેઈનીંગ આપી રહ્યા છે. ઐરાવત ઉંચાઇ પર આગ અકસ્માતની ઘટનામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ઐરાવતની કિંમત રૂ. 25 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.

વિભાગને સોંપવામાં આવ્યું

મધ્યગુજરાતમાં વડોદરા ફાયર બ્રિગેડની ભૂમિકા મહત્વની છે. વડોદરાની આસપાસ ઔદ્યોગિક એકમો કે પછી શહેરમાં કોઇ ભીડભાડવાળી જગ્યા પર આગ અથવાતો મોટા અકસ્માતની ઘટના હોય, ફાયર વિભાગ સદૈવ ખડેપગે સેવા આપે છે. ત્યારે ખાસ કરીને ઉંચાઇ પર આગ અકસ્માત સમયના પડકારને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અત્યાધુનિક ફાયર ફાઇટર ઐરાવત (AIRAVAT HYDRAULIC ELEVATOR PLATFORM) વડોદરા વિભાગને આપ્યું છે. ઐરાવતને મુખ્યમંત્રીના હસ્તે વડોદરા વિભાગને સોંપવામાં આવ્યું હતું. ઐરાવત એક હાઇડ્રોલિક એલિવેટર પ્લેટફોર્મ છે. જે 81 મીટરની ઉંચાઇ સુધી આગ ઓલવવાની કામગીરીમાં મહત્વનું સાબિત થશે.

ભારે જહેમત ઉઠાવવી પડતી હતી

રૂ. 25 કરોડના ખર્ચે વસાવેલું ઐરાવત ખાસ ફીનલેન્ડથી મંગાવાયું છે. હવે આ હાઇટેક મશીનથી મોટી દુર્ઘટના સમયે અનેક રીતે મદદ મળી શકશે. અત્યાર સુધી ફાયર વિભાગ પાસે 41 મીટરની ઊંચાઈ પર રેસ્ક્યુ કરી શકે એવું વાહન હતુ, જો કે 41 મીટરથી વધુની ઊંચાઈ પર આગ લાગે તો ફાયર ફાઇટર્સે ભારે જહેમત ઉઠાવવી પડતી હતી. હવે તે સમસ્યાનો અંત આવ્યો છે.

ઉંચાઇ પર આગ ઓલવવાનું કામ સરળ

ઇન્સ્ટ્રક્ટર જણાવે છે કે, આ ઉંચાઇ પર આવેલી બિલ્ડીંગોમાં ઘટના કામ લાગશે. આમાં ચાર કોમ્પ્યુટર આવેલા છે, અનેક સેન્સર આવેલા છે. આ મશીન થકી ઉંચાઇ પર આગ ઓલવવાનું કામ સરળ બનશે. સાથે જ બ્રિજ નીચે જેવી જગ્યાઓ પર જવા માટે પણ સરળતા રહેશે.

ફાયર સર્વિસ મજબુત અને સક્ષમ બન્યું

ફાયર ઓફિસર જણાવે છે કે, વડોદરામાં મુખ્યમંત્રીના હસ્તે આનું લોકાર્પણ થયું છે. 26 માળ સુધીની હાઇરાઇસ બિલ્ડીંગમાં આગ ઓલવવાની સાથે 500 કિલો સુધીના વજન ધરાવતા લોકોનું રેસ્ક્યૂ કરી શકાશે. હાઇટ પર લાઇટ, પાવર સપ્લાય સહિતની સુવિધાઓ મળી રહેશે. કંપની દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી. જે બાદ પરીક્ષા પણ આપી હતી. તે બાદ વાહનને ઉપયોગ કરવા માટે સર્ટીફાઇડ કરવામાં આવશે. આજે હાઇટ પર જઇને કામગીરી, અને જો વાહનના સેન્સર ફેલ થાય તે સમયના સેફ્ટી ફીચર અંગે જાણકારી આપવામાં આવી છે. વડોદરા ફાયર સર્વિસ મજબુત અને સક્ષમ બન્યું છે.

આ પણ વાંચો -- VADODARA : લોકોની સુરક્ષાને લઇ સઘન તપાસ, નોટીસ-સીલ મારવાનું જારી

Tags :
airavatdepartmentElevatorFighterfireForeignerhydraulicplatformTrainingVadodara
Next Article