ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ઉધાર શાકભાજીના પૈસા માંગ્યા તો મળ્યા પથ્થરના ઘા

VADODARA : વડોદરામાં શાકભાજી ઉધાર આપ્યા બાદ તેના પૈસા માંગવામાં આવતા મહિલાને પથ્થરના ઘા મળ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને એક શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ...
01:14 PM Apr 30, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં શાકભાજી ઉધાર આપ્યા બાદ તેના પૈસા માંગવામાં આવતા મહિલાને પથ્થરના ઘા મળ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને એક શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શાકભાજી ઉધારમાં લીધી

શહેરના વડોદરા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેેલા સેવાસીમાં કમલેશભાઇ ગુપ્તા (રહે. ચામુંડા નગર, ગોત્રી) શાકભાજી વેચીનો પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની પાસેથી ચંપાબેને શાકભાજી ઉધારમાં લીધી હતી. જે બાદ તેના પૈસા આપવાનું યાદ અપાવતા તે ઉશ્કેરાઇ ગયા હતા. જે બાદ મામલો આગળ વધ્યો હતો. ચંપા બહેન પાસેથી ઉધાર શાકભાજીના પૈસા માંગ્યા તો કમલેશભાઇ ગુપ્તા જોડે બેફામ બોલવાનું થયું હતું. અને એક તબક્કે તકરાર ઉગ્ર બની હતી.

પથ્થર વડે ઇજા

આ દરમિયાન કમલેશભાઇ ગુપ્તાએ મહિલાને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સિલસિલા બાદ પણ તે અટક્યા ન હતા. અને નજીકમાંથી પથ્થર લાવીને ચંપા બહેનને તેના વડે મારવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં ચંપાબહેનને આંખ નીચે અને હાથની આગળીઓ પર પથ્થર વડે ઇજા પહોંચી હતી. એ બાદ લોકટોળા એકત્ર થઇ જતા મામલો થાળે પડ્યો હતો.

ફરિયાદ નોંધાવવા પામી

ઇજાગ્રસ્ત ચંપા બહેનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ ઉધાર શાકભાજીના પૈસા માંગ્યા બાદ ઉગ્ર બનેલા કમલેશભાઇ ગુપ્તા (રહે. ચામુંડા નગર, ગોત્રી) સામે વડોદરા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે પોલીસ કાર્યવાહીમાં આરોપી સામે શું પગલાં લેવામાં આવે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : સિગારેટના પૂરા પૈસા માંગતા યુવકે બંદુક કાઢી

Tags :
askattackfemaleforGOTmoneysellerStoneVadodaraVegetable
Next Article