Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દુષ્કર્મ કેસમાં પૈસા પડાવવા મામલે PSI નું નિવેદન લેવાયું

VADODARA : તાજેતરમાં શહેર (VADODARA) ના માંજલપુર પોલીસ મથક (MANJALPUR POLICE STATION) માં મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મામલે આરોપીને કલકત્તાથી ફ્લાઇટમાં લાવવા માટે તપાસ અધિકારી મહિલા પીએસઆઇ રસિકા ચુડાસમા દ્વારા ભોગ બનનાર મહિલા પાસેથી રૂ. 1.50...
vadodara   દુષ્કર્મ કેસમાં પૈસા પડાવવા મામલે psi નું નિવેદન લેવાયું
Advertisement

VADODARA : તાજેતરમાં શહેર (VADODARA) ના માંજલપુર પોલીસ મથક (MANJALPUR POLICE STATION) માં મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મામલે આરોપીને કલકત્તાથી ફ્લાઇટમાં લાવવા માટે તપાસ અધિકારી મહિલા પીએસઆઇ રસિકા ચુડાસમા દ્વારા ભોગ બનનાર મહિલા પાસેથી રૂ. 1.50 લાખ રૂપિયા મેળવવામાં આવ્યા હતા. જે બાદ આરોપી ગણતરીના દિવસોમાં જ છુટી જતા મહિલાએ પીએસઆઇ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે મહિલા પીએસઆઇ નું નિવેદન લેવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસ દરમિયાન પાનના ગલ્લાના સીસીટીવી મળ્યા છે, જેમાં પૈસાની લેવડ-દેવડ કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

બદલી કરી દેવામાં આવી

તાજેતરમાં વડોદરાની મહિલાએ માંજલપુર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તપાસ અધિકારી દ્વારા આરોપીને કલકત્તાથી ઝડપી લાવવા માટે મહિલા પીએસઆઇ રસિકા ચુડાસમા દ્વારા રૂ. 1.50 લાખ ભોગ બનનાર પાસેથી લેવામાં આવ્યા હતા. બાદમાં આરોપી ગણતરીના દિવસોમાં જ છુટી જતા ભોગ બનનાર મહિલાએ પોલીસ કમિશનરને પત્ર લખીને તપાસ કરવા જણાવ્યું હતું. સનસનીખેજ મામલો સપાટી પર આવતા જ પીએસઆઇ રસિકા ચુડાસમાની તાત્કાલીક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. અને પીડિતાની રજુઆતને પગલે આરોપી રાહુલ મંડલ સામે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

પૈસાની લેતીદેતીના પુરાવા મળ્યા

તાજેતરમાં મહિલા પીએસઆઇ રસિકા ચુડાસમાનું નિવેદન લેવામાં આવ્યું છે. સાથે જ તપાસ દરમિયાન પોલીસને પાનના ગલ્લાના સીસીટીવીૂ મળ્યા છે. જેમાં પૈસાની લેતીદેતીના પુરાવા હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે ડિપાર્ટમેન્ટની છબી ખરડાવનાર મહિલા પીએસઆઇ સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Advertisement

આરોપી પોલીસની પકડથી દુર

તો બીજી તરફ દુષ્કર્મ અને પોક્સો કેસના આરોપી રાહુલ મંડલવે પકડી પાડવા માટે પોલીસની એક ટીમે છેલ્લા બે દિવસથી પશ્ચિમ બંગાળમાં ધામા નાંખ્યા છે. પરંતુ હજી પણ આરોપી પોલીસની પકડથી દુર છે. આરોપીએ વડોદરાની મહિલા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે આરોપીઓ ભોગબનનારની સગીર દિકરી જોડે અડપલાં પણ કર્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ આરોપી સુધી કેટલા સમયમાં પહોંચે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલીંગ

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Sthanik Swaraj Election : ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ? તારીખોની થઈ જાહેરાત

featured-img
સુરત

Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ

featured-img
એક્સક્લુઝીવ

Exclusive: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે જન આક્રોશ સભા, ધાનેરાના લોકો હવે આકરા પાણીએ?

featured-img
ગુજરાત

Hemophilia : દુર્લભ રોગની ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર

featured-img
સુરત

Surat: મનીષ દોષીએ બિરસામુંડા યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયાને સરકાર સામે શા માટે નારાજગી વ્યક્ત કરી

featured-img
ગુજરાત

Chhotaudepur: રેતી તેમજ ડોલો માઇટ પાઉડરની આડમાં થતી હતી દારૂની હેરાફેરી, બાતમીના આધારે પોલીસે કર્યો પર્દાફાશ

×

Live Tv

Trending News

.

×