Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઇશારો કરી મહિલા પ્રોફેસરના ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી

VADODARA : વડોદરામાં રસ્તા પર વાતો કરતી મહિલાને પાછળથી હાથ અડાડી બોલાવવાનો ઇશારો કરી ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે મહિલાએ બાપોદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તફડંચીનો ભોગ બનનાર મહિલા વડોદરા...
vadodara   ઇશારો કરી મહિલા પ્રોફેસરના ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી
Advertisement

VADODARA : વડોદરામાં રસ્તા પર વાતો કરતી મહિલાને પાછળથી હાથ અડાડી બોલાવવાનો ઇશારો કરી ગળામાંથી સોનાની ચેઇનની તફડંચી કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે મહિલાએ બાપોદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તફડંચીનો ભોગ બનનાર મહિલા વડોદરા પાસેની ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

તમામ રસ્તા પર ચાલતા વાતો કરી રહ્યા હતા

બાપોદ પોલીસ મથકમાં પાવની રામીરેડ્ડી (રહે. વી. આર. ઇમ્પીરીયા, વાઘોડિયા) (મુળ રહે. સિમ્હાપુરી, આંધ્રપ્રદેશ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ આઠ મહિનાથી તેમના મિત્ર સાથે ભાડેથી રહે છે. અને ખાનગી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત રાત્રે તેઓ તેમના મિત્ર સાથે ચાલતા પરત આવતા હતા. દરમિયાન વી. આર. વન કોમ્પલેક્ષની બાજુમાં આવેલી ફરસાણની દુકાનમાં નાસ્તો કરીને તે પરત ફરી રહ્યા હતા. અને રસ્તા પર ચાલતા વાતો કરી રહ્યા હતા. તેવામાં રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે એક અજાણ્યો ઇસમ તેમની પાછળ દોડીને આવ્યો હતો.

Advertisement

નજીકમાં જ એક અન્ય શખ્સ બાઇક લઇને ઉભો હતો

અને ખભાના ભાગે હાથ અડાડી બોલાવવાનો ઇશારો કરતા તે તેના તરફ જોવા ગયા હતા. એટલામાં તો ઇસમે તેમના ગળામાંથી 10 ગ્રામની સોનાની ચેઇન આંચકીને તફડાવી લીધી હતી. આ શખ્સ સોનાની ચેઇન તફડાવીને બાઇક પર નાસી છુટ્યો હતો. શખ્સે મોઢા પર રૂમાલ બાંધેલો હોવાથી તેને જોઇ શકાયો ન હતો. સોનાની ચેઇન તફડાવતી વેળાએ નજીકમાં જ એક અન્ય શખ્સ બાઇક લઇને ઉભો હતો. બાદમાં બંને તેના પર નાસી છુટ્યા હતા.

Advertisement

ચોરોના મનસુબા બુલંદ

અત્રે ઉલ્લેખનીય છે કે, જે રોડ પર આ ઘટના સામે આવી છે, ત્યા તે સમયે વાહનોની ભારે અવર-જવર હોય છે. આ સ્થિતીમાં સોનાની ચેઇન તફડાવવાની ઘટના સુચવે છે કે, ચોરોના મનસુબા બુલંદ છે. તેમને પોલીસની સહેજ પણ બીક ન રહી હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ ચેઇન તફડંચી મામલે પોલીસ ફરિયાદ બાદ કેટલા સમયમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચે છે તે જોવું રહ્યું. સાથે જ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ અટકાવવા પોલીસ શું પગલા લે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો --VADODARA : ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ સામે આવ્યો

Tags :
Advertisement

.

×