ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ફતેગંજ બ્રિજ પર સન્નાટો, રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ ઓવર બ્રિજ પર એક પછી એક ત્રણ બસો ભટકાઇ હતી. જેને લઇને બ્રિજ પરનો એક તરફનો ટ્રાફીક ડાઇવર્ટ કરવો પડ્યો હતો. એક તબક્કે બ્રિજ પર સન્નાટો જોવા મળ્યો હતો. જ્યારે બ્રિજ નીચે વાહનોનો હળવો...
08:57 AM Jun 16, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ ઓવર બ્રિજ પર એક પછી એક ત્રણ બસો ભટકાઇ હતી. જેને લઇને બ્રિજ પરનો એક તરફનો ટ્રાફીક ડાઇવર્ટ કરવો પડ્યો હતો. એક તબક્કે બ્રિજ પર સન્નાટો જોવા મળ્યો હતો. જ્યારે બ્રિજ નીચે વાહનોનો હળવો ટ્રાફીક જામ જોવા મળ્યો હતો. જો કે, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલીક સ્થળે દોડી ગઇ હતી. અને ટ્રાફીકનું નિયમન હાથમાં લઇ લીધું હતું.

પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ

વડોદરાના ફતેગંજ ઓવર બ્રિજ પર ગત મોડી સાંજે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં કારેલીબાગથી પંડ્યા બ્રિજ તરફ જવાના રસ્તે આવતા ફતેગંજ બ્રિજ પર એક પછી એક ત્રણ બસનો અકસ્માત સર્જાયો હતો. પહેલી બસના ચાલકે બ્રેક મારતા પાછળ આવતી બસ અથડાઇ હતી. સદ્નસીબે ત્રિપલ બસ અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન્હતી. બસના આગળ-પાછળના ભાગે નુકશાન પહોંચ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા હતા. આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી. ટ્રાફીક નિયમન સાથે જ બસ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને એક તરફનો ટ્રાફીક થોડાક સમય માટે ડાઇવર્ટ કરવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી એક તબક્કે બ્રિજ પર સન્નાટો પથરાયો હતો. તો નીચે રોડ પર ટ્રાફીક જામના હળવા દ્રશ્યો સર્જાયા હતા.

એટલી વારમાં તો પાછળથી ઘૂસી ગઇ

ત્રણ પૈકી એક બસ ચાલકે મીડિયાને જણાવ્યું કે, મારી બસ ઉભી હતી. આગળ કાર વાળાઓની કોઇ માથાકુટ ચાલતી હતી. ખોડીયાર નગરથી ખાલી બસ આવી રહી હતી. પાર્કિંગ માટે બસ માંજલપુર જઇ રહી હતી. વોલ્વો ચાલક જણાવે છે કે, ગાડીઓ લાઇનમાં ચાલતી હતી. અચાનક આગળની બસે બ્રેક મારી હતી. એટલી વારમાં તો પાછળથી ઘૂસી ગઇ. અને અમારી બસ આગળ ઘૂસી ગઇ. અમદાવાદથી વડોદરા વોલ્વો આવી રહી હતી. વોલ્વોમાં 20 મુસાફરો બેઠા હતા.

આ પણ વાંચો -- VADODARA : પાણીની સમસ્યાને લઇ BJP ના મહિલા કોર્પોરેટર રડી પડ્યા

Tags :
AccidentBridgebusfatehgunjpolicereachspotthetotripleVadodara
Next Article