Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સિક્કિમમાં ફસાયેલો પરિવાર હેમખેમ પરત

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) નો પરિવાર સિક્કિમના લાચુંગમાં ફરવા ગયો હતો. દરમિયાન ત્યાં વાદળ ફાટતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા. જેમાં વડોદરાથી ફરવા ગયેલો પરિવાર પણ તેમના સ્વજનોથી સંપર્ક વિહોણો બન્યો હતો. બાદમાં આ મામલો સાંસદ ડો. હેમાંગ...
vadodara   સિક્કિમમાં ફસાયેલો પરિવાર હેમખેમ પરત

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) નો પરિવાર સિક્કિમના લાચુંગમાં ફરવા ગયો હતો. દરમિયાન ત્યાં વાદળ ફાટતા અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા. જેમાં વડોદરાથી ફરવા ગયેલો પરિવાર પણ તેમના સ્વજનોથી સંપર્ક વિહોણો બન્યો હતો. બાદમાં આ મામલો સાંસદ ડો. હેમાંગ જોશી સુધી પહોંચતા તેમણે પરિવાર જોડે ટેલિફોનીક વાત કરાવી આપી હતી. ત્યાર બાદ ધીરે ધીરે સ્થિતી સુધરતા પરિવારને રેસ્ક્યૂ કરીને વડોદરા પરત મોકલવામાં આવ્યો હતો. ગતરોજ પરિવાર હેમખેમ વડોદરામાં પરત ફર્યો હતો. અને રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

ઝીરો પોઇન્ટ જવાનું પતી ગયું

પરત ફરેલા રાણા પરિવારના સભ્ય જણાવે છે કે, 7 તારીખે અમે અમદાવાદથી ફ્લાઇટમાં ગયા હતા. રાત્રે અમે ત્યાં ઉતર્યા હદતા. ત્યાંથી અમને દાર્જીલિંગ લઇ જવામાં આવ્યા હતા. તે વખતે અમારો પ્રવાસ સારી રીતે પતી ગયો હતો. પછી અમે 12 તારીખે લાચુંગ જવા નિકળ્યા હતા. ત્યાં ઝીરો પોઇન્ટ જવાનું પતી ગયું હતું. ત્યાં રાત્રે 10 વાગ્યે આ સમસ્યા સર્જાઇ હતી.

આગળ જવાનું નથી

વધુમાં ઉમેર્યું કે, અમે 7 વાગ્યે નિકળી ગયા હતા, એટલે અમને તેની ખબર ન્હતી. પરંતુ રસ્તામાં પોલીસે માહિતી આપી હતી કે, લેન્ડ સ્લાઇડ થયું છે, રસ્તાઓ બંધ છે, બ્રિજ તુટી ગયો છે. ચેક પોસ્ટ પર અમને જાણ કરવામાં આવી હતી. અમારા કાર ચાલક જોડે સ્થાનિક ભાષામાં જણાવ્યું હતું કે, હોટલમાં કહેજો કે આ પ્રકારે સ્થિતી સર્જાઇ છે, આગળ જવાનું નથી. અને તેમણે હોટલમાં જ રોકાવવાનું છે. સરકાર કોઇ ગ્રીન સિગ્નલ આપે ના ત્યાં સુધી, વડોદરાના સાંસદ જોડે મારા ભાણીયાએ વાત કરી હતી.

Advertisement

કુલ 1500 જેટલા લોકો ફસાયા

વધુમાં જણાવ્યું કે, નેટવર્ક ઇશ્યુ હોવાના કારણે અમે સંપર્ક કરી શક્યા ન્હતા. અમને ત્યાં કોઇ પ્રોબ્લેમ થયો નથી. અમારા પરિવારના 9 લોકો હતા. અને કુલ ત્યાં 1500 જેટલા લોકો ફસાયા હતા. સ્થિતી સુધરતા ધીરે ધીરે તમામ પરત ફરી રહ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : ટ્રેનના કોચમાં મહિલાની ડિલિવરી, માતા-દિકરી બંને સ્વસ્થ

Advertisement

Tags :
Advertisement

.