Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : દિયર-ભાભીના પ્રેમસંબંધમાં નડતરરૂપ ભાઇની ઘરમાં જ હત્યા

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં દિયર અને ભાભી વચ્ચે પ્રેમસંબંધમાં નડતરરૂપ મોટા ભાઇની ઘરમાં જ ગળે ટુંપો દઇને હત્યા કરી દેવામાં આવી છે. પતિ ઘરે આવતા જ પત્નીએ તેના દિયરને ફોન કરી જાણ કરી હતી. જે બાદ તે...
vadodara   દિયર ભાભીના પ્રેમસંબંધમાં નડતરરૂપ ભાઇની ઘરમાં જ હત્યા

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં દિયર અને ભાભી વચ્ચે પ્રેમસંબંધમાં નડતરરૂપ મોટા ભાઇની ઘરમાં જ ગળે ટુંપો દઇને હત્યા કરી દેવામાં આવી છે. પતિ ઘરે આવતા જ પત્નીએ તેના દિયરને ફોન કરી જાણ કરી હતી. જે બાદ તે ઘરે આવ્યો હતો. અને બંનેએ ભેગા મળીને હત્યાને અંજામ આપ્યો છે. આ ઘટના અંગે પીસીઆર વાનને કંટ્રોલ રૂમ મારફતે જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમા પોલીસે બંને આરોપીઓને પકડી પાડ્યા છે.

Advertisement

શંકાના હિસાબે પત્નીને માર મારતો

સમગ્ર ઘટનાક્રમ અંગે ACP બંભાણીયા જણાવે છે કે, ગત રાત્રે પીસીઆર વાન પેટ્રોલીંગમાં હતી. જેમાં કંટ્રોલ તરફથી વર્ધી મળી કે, ડિફેન્સ કોલોનીમાં આવેલા એક મકાનમાં મારામારી થઇ રહી છે. પોલીસે સ્થળ પર પહોંચીને દરવાજો ખોલાવ્યો હતો. દરમિયાન દિયર ધર્મેન્દ્ર યાદવ અને ભાભી સાધના ઘરમાં હાજર હતા. દિયર ભાભી વચ્ચે આડા સંબંધ હોવાના કારણે શંકાઓના હિસાબે હરગોવિંદ યાદવ તેની પત્નીને માર મારતો હતો. તે દિયર ભાભીના પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ બનતો હોવાથી ધર્મેન્દ્ર અને સાધનાએ તેને ગળે ટુંપો આપી ગુપ્ત ભાગે લાતો મારીને હત્યા કરી છે.

ગત રાત્રે સાધનાએ દિયરને ફોન કર્યો

ACP એ ઉમેર્યું કે, સાધનાના અગાઉ લગ્ન થયા હતા. જ્યાં તેને ન ફાવતા તેણે હરગોવિંદ સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેના ત્રણ વર્ષથી વડોદરામાં રહે છે, અને કલરકામ કરે છે. દર વખતે આ અંગે માથાકુટ થતી હતી. હરગોવિંદને આડકતરી રીતે અંદાજો આવતા તે વાતો નહિ કરવા માટે ટોકતો હતો. ગત રાત્રે સાધનાએ દિયરને ફોન કર્યો હતો. અને જાણ કરી તે ભાઇ સુઇ ગયા છે. જે બાદ ધર્મેન્દ્ર ઘરે પહોંચી ગયો હતો. સાધનાએ પતિને ગળે ટુંપો આપી અને મોંઢે ડુમો માર્યો હતો. અને ધર્મેન્દ્રએ તેને ગુપ્ત ભાગે લાત મારી હતી. પરિવાર મુળ ઉત્તરપ્રદેશના ઇટાવા ગામનો છે. એક વર્ષથી આડા સંબંધ હોવાનું આરોપીએ કબુલ્યું છે

Advertisement

આ પણ વાંચો --VADODARA : ધારાસભ્યની મહેનત રંગ લાવતા લોકોની સમસ્યા “ભૂતકાળ” બની

Advertisement
Tags :
Advertisement

.