VADODARA : દોસ્તીનો કર્જ ચૂકવવા પૂર્વ મેયર મોડી સાંજે દોડી આવ્યા
VADODARA : વડોદરા (VADODARA) માં ગતરોજ તરસાલી બાયપાસ પાસે આવેલા હાઉસિંગના 300 થી વધુ જર્જરિત મકાનો પર કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ દોસ્તીનો કર્જ ચુકવવા માટે શહેરના પૂર્વ મેયર સ્થાનિકોની વ્હારે દોડી આવ્યા હતા. અને તેમની સાથે સ્ટેન્ડિંગ ચેરમેન અને ડે. મેયરને પણ સ્થળ મુલાકાત માટે લઇને આવ્યા હતા. પૂર્વ મેયરનું મિત્રોની વ્હારે આવવું આજના સમયમાં ભાગ્યે જ જોવા મળતી ઘટનાઓ પૈકી એક હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
મારો વિસ્તાર ન્હતો એટલે હું પગ ન્હતો મુકતો
વડોદરામાં મોડી સાંજે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી અને ડે. મેયર ચિરાગ બારોટ સાથે સ્થળ પર પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ પહોંચ્યા હતા. સ્થળ મુલાકાત બાદ તેમણે મીડિયાને કહ્યું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મારૂતિધામના મકાનોમાં પણ ચેરમેનને વિઝીટ કરાવી હતી. અહિંયા આવતા પહેલા અમે ત્યાં ગયા હતા. હું પબ્લીકની સામે કહું છું, જે જર્જરિત મકાન હશે, તેમાં હું કોમ્પ્રોમાઇઝ નહી કરું. પરંતુ ધારોકે 390 મકાન હોય, તો તમે સ્ટડી કરો કે કયા મકાનમાં પ્રોબ્લેમ છે, તેને એક અઠવાડિયાનો ટાઇમ આપો. હું જ્યારથી આ મેટર ખબર પડી, ત્યારથી હું લાયઝનીંગમાં હતો. તમે સ્થાનિકોને પુછી લો, મારો વિસ્તાર ન્હતો એટલે હું પગ ન્હતો મુકતો.
ત્યારે પબ્લીકે જાગવાની જરૂર હતી
વધુમાં તેમણે જણાવ્યું કે, મેં બે કાઉન્સિલરોની પરવાનગી લીધી કે આ વિસ્તાર તમારામાં આવે છે. પરંતુ મારા ઘરની સામે આવે છે. બધા મારા નાનપણના મિત્રો, મારી જોડેના, અમે રાત-દિવસ એકબીજાનો જોતા હોઇએ છીએ. એટલે હું અહિંયા આવ્યો છે. મારા વિસ્તારના 1270 મકાનોમાં પબ્લીક જોડે બેસીને રસ્તો કાઢ્યો હતો. આ નોટીસ પહેલા આપી હતી. ત્યારે પબ્લીકે જાગવાની જરૂર હતી. કોઇના જીવના જોખમે કોન્પ્રોમાઇઝ ન થાય. અગાઉ 10 વખત રીપેર કરાવવા કહેવાનું આવ્યું છે.
કેમ પીપીપી મોડલ લઇને આ લોકો પાસે ના આવ્યા
વધુમાં તેમણે ઉમેર્યું કે, મારૂતિધામમાં એક્શન લેવાતા અહિંયા કામ ચાલુ થઇ ગયા હતા. હું એવું કહું છું કે એક અઠવાડિયું આપો. મારૂં તો ગુજરાત હાઉસિંગના અધિકારીઓને કહેવું છે કે, તમે આટલા વર્ષે કેમ બેસી રહ્યા. તમને ખબર હતી કે જર્જરિત છે. કેમ પીપીપી મોડલ લઇને આ લોકો પાસે ના આવ્યા. તેમણે કશું કર્યુ નહી, અને છેલ્લે અમારે ભોગવવાનો વારો આવે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : જર્જરિત મકાનો પર પાલિકાનું મેગા ઓપરેશન, પાણી-વિજ કનેક્શન કપાયા