Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વિજ મીટરોમાં આગને લઇ મચી દોડધામ

VADODARA : વડોદરાના દાંડિયા બજારમાં આવેલા કોમ્લેક્ષમાં ભરબપોરે વિજ મીટરમાં લાગેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતી સંભાળી લીધી હતી. અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો....
06:49 PM May 17, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરાના દાંડિયા બજારમાં આવેલા કોમ્લેક્ષમાં ભરબપોરે વિજ મીટરમાં લાગેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતી સંભાળી લીધી હતી. અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ લાગવાને કારણે આસપાસમાં ભારે ઉત્તેજના ફેલાઇ હતી.

મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા

સામાન્ય રીતે ઉનાળામાં અલગ અલગ કારણોસર આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળતો હોય છે. આજે ભરબપોરે વડોદરાના દાંડિયા બજારમાં આવેલા કોમ્પલેક્ષના વિજ મીટરોમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતી કાબુમાં લીધી હતી. આ ઘટનાની જાણ થતા આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બેકઅપમાં અન્ય ટાંકી મંગાવવામાં આવી

સબ ફાયર ઓફિસર દિગ્વીજયસિંહ પરમાર જણાવે છે કે, દાંડિયા બજાર રાવદેવ પ્લાઝામાં મીટરમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ગણતરીના સમયમાં આગ કાબુમાં મેળવી લેવામાં આવી હતી. દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી બે ગાડીઓ આવી હતી. કોમ્પલેક્ષની એન્ટ્રી અને એક્ઝીટ બંને તરફથી પાણીનો મારો ચલાવીને પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બહારના મીટરો અને મીટર રૂમ બંને આગમી લપેટમાં હતા. બેકઅપમાં અન્ય ટાંકી મંગાવવામાં આવી હતી. કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસો આવેલી હતી. કોમ્પલેક્ષનું વિજ જોડાણ બંધ રહેશે.

મીટર રૂમમાં ફટાકડા ફુટવાના શરૂ થયા

સ્થાનિક જણાવે છે કે, અચાનક જ મીટરમાં આગ લાગી ગઇ હતી. મીટર રૂમનું તાળુ ખોલવાનો સમય પણ ન્હતો મળ્યો. અચાનક જ ફટાકટા ફુટ્યાની જેમ આગ લાગી હતી. અમે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યાં સુધી તો મીટર રૂમ ભડકે બળી ગયું હતું. મીટર રૂમમાં ફટાકડા ફુટવાના શરૂ થયા હતા.

આ પણ વાંચો -- VADODARA : જૂની કલેક્ટર કચેરીનું ધ્યાન રાખવા માટે કોઇ નથી

Tags :
BlastcaughtControlcrackerElectricityfirelikemeterSituationunderVadodara
Next Article