Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયુ

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી આગામી તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ અને મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવનાર છે.જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા અને વિધાનસભાની પેટા...
vadodara   ચૂંટણી માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયુ

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી આગામી તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ અને મતગણતરી તા.૦૪.૦૬.૨૦૨૪ના રોજ હાથ ધરવામાં આવનાર છે.જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે તબક્કાવાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Advertisement

સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ

જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહની ઉપસ્થિતિમાં આજે વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણી કામે ઉપયોગમાં લેવાનાર ઈ.વી.એમ( ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની પારદર્શી પદ્ધતિથી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. રેન્ડમાઇઝડ EVM તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોના ૨૫૫૨ બુથો માટે ફાળવણી કરવામાં આવી હતી. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું છે રેન્ડમાઈઝડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. વડોદરા જિલ્લાના ચૂંટણી તંત્રના ઈવીએમ-વીવીપેટ વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન એફએલસી ચેકિંગ થયેલા છે. રેન્ડમાઈઝડ ઈવીએમ જિલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોપવામાં આવી રહ્યા છે. જયાં તેમના દ્વારા વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ ઈવીએમ રાખવામાં આવશે.

Advertisement

સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમ્સ ઉભા કરવામાં આવ્યા

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા વડોદરા,છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક હેઠળની ૧૦ વિધાનસભા બેઠકોમાં ૨૫૫૨ મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમ્સ ઉભા કરવામાં આવ્યા છે.

એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવશે

ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. ૨૫૫૨ મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ બે દિવસમાં જિલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.

Advertisement

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : અક્ષર પબ્લીક સ્કુલમાં પેનલ્ટી, પરીક્ષામાં નહિ બેસવા દેવાનો મુદ્દો ગાજ્યો

Tags :
Advertisement

.