Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પંડ્યા બ્રિજ જલ્દી શરૂ થશે, ડે. મેયરે કામગીરી નિહાળી

VADODARA : વડોદરા (VADODARA) માં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તે અંતર્ગત ગડર નાંખવાનું હોવાથી શહેરના જાણીતા પંડ્યા બ્રિજ (શાસ્ત્રી બ્રિજ) ને 22, જુનથી બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને વૈકલ્પિક રૂટ પર ટ્રાફીકનું ભારણ વધી રહ્યું છે....
vadodara   પંડ્યા બ્રિજ જલ્દી શરૂ થશે  ડે  મેયરે કામગીરી નિહાળી

VADODARA : વડોદરા (VADODARA) માં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તે અંતર્ગત ગડર નાંખવાનું હોવાથી શહેરના જાણીતા પંડ્યા બ્રિજ (શાસ્ત્રી બ્રિજ) ને 22, જુનથી બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને વૈકલ્પિક રૂટ પર ટ્રાફીકનું ભારણ વધી રહ્યું છે. ત્યારે આ સ્થળે બુલેટ ટ્રેનની કામગીરી નિહાળવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પહોંચ્યા હતા. બાદમાં તેમણે પંડ્યા બ્રિજ 1, જુલાઇથી શરૂ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Advertisement

ખાસ સ્થળ પર પહોંચ્યા

વડોદરામાં અનેક વિસ્તારોને જોડતા ઓવરબ્રિજ છે. હાલમાં વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલતી હોવાના કારણે મહત્વનો પંડ્યા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને ખાસ કરીને સ્ટેશન વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે. ત્યારે આ સ્થળે બુલેટ ટ્રેનની કામગીરી નિહાળવા માટે ડેપ્યુટી મેયર ખાસ સ્થળ પર પહોંચ્યા છે. કામગીરી વિગતવાર નિહાળીને તેમણે 1, જુલાઇથી પંડ્યા બ્રિજ શરૂ કરી દેવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

Advertisement

સારી રીતે કામગીરી, ઝડપથી થઇ રહી છે

ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જણાવે છે કે, બુલેટ ટ્રેનનું વડોદરામાં કામ ચાલી રહ્યું છે. તેના લીધે છેલ્લા કેટલાક દિવસોથી શહેરના નાગરિકોને તકલીફ પડી રહી છે. એટલે આજે હું જાતે કામગીરી જોવા આવ્યો હતો. કામગીરી ક્યાં સુધી પહોંચી, અને ક્યાં સુધી તેઓ શાસ્ત્રી બ્રિજ (પંડ્યા બ્રિજ) ચાલુ કરશે. બધી કામગીરી નિહાળી, ખુબ જ સારી રીતે કામગીરી, ઝડપથી થઇ રહી છે. લોકોની સુરક્ષા માટે જ શાસ્ત્રી બ્રિજ (પંડ્યા બ્રિજ) બંધ કરવામાં આવ્યો છે. આગામી 30 તારીખ સુધી આ કામગીરી પતી જશે, અને લગભગ 1, જુલાઇથી આ બ્રિજ ચાલુ થશે તેમ મને લાગે છે. શાસ્ત્રી બ્રિજના લીધે જે ટ્રાફીક સમસ્યા થઇ રહી છે, તે પહેલી તારીખથી હલ થઇ જશે, તેવી મને ખાતરી છે.

આ પણ વાંચો -- VADODARA : VMC માં ખાલી પડેલી જગ્યા નહી ભરાય તો સામુહિક રાજીનામાની ચીમકી

Advertisement

Tags :
Advertisement

.