Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પરિજનને મળી પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત

VADODARA : વડોદરામાં ભારદારી વાહનોની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ગત મોડી સાંજે પરિજનને મળીને બાઇક પર પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત નિપજ્યું છે. આ ઘટમાં બાઇક ચાલક યુવક ઘટના સ્થળે જ ગંભીર ઇજાગ્રસ્ત થતા તેનું...
vadodara   પરિજનને મળી પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત

VADODARA : વડોદરામાં ભારદારી વાહનોની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ગત મોડી સાંજે પરિજનને મળીને બાઇક પર પરત ફરતા યુવાનનું ભારદારી વાહનની ટક્કરે મોત નિપજ્યું છે. આ ઘટમાં બાઇક ચાલક યુવક ઘટના સ્થળે જ ગંભીર ઇજાગ્રસ્ત થતા તેનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે જાણ થતા હરણી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

મોડી સાંજે દેણા ચોકડી પાસે દુર્ઘટના ઘટી

વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ભારદારી વાહનોની અડફેટે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ગમે તેટલા પ્રયાસો છતાં આ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ગત મોડી સાંજે દેણા ચોકડી પાસે પણ આવી જ એક ઘટના ઘટી છે. તે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મંગીલાલ મારવાડી મૂળ રાજસ્થાનના છે, પરંતુ હાલ હાલોલમાં રહે છે. ગત રાત્રે તે હાઇવે પર હોટલ ચલાવતા પોતાના પરિજનને મળવા ગયો હતો. જે બાદ મોડી સાંજે તે બાઇક પર પરત ફરી રહ્યો હતો. દરમિયાન દેણા ચોકડી પાસે ભારદારી વાહનની ટક્કરે અકસ્માત સર્જાયો હતો.

લોહી વહેવાનું શરૂ થઇ ગયું

ભારદારી વાહને જોરદાર ટક્કર મારતા મંગીલાલ મારવાડી ફંગોળાયો હતો. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના સ્થળે જ તેને લોહી વહેવાનું શરૂ થઇ ગયું હતું. આ ઘટના જોતા સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. અને એમ્બ્યુલન્સ બોલાવી અતિ ગંભીર ઇજાગ્રસ્ત મંગીલાલ મારવાડીને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. જ્યાં તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

વાહનચાલકથી હાથવેંત જ દુર

ઉપરોક્ત ઘટનાને પગલે મારવાડી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ ભારદારી વાહન ચાલક સામે હરણી પોલીસ દ્વારા શોધી કાઢવાની તજવીહ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ ભારદારી વાહનચાલકથી હાથવેંત જ દુર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

રોષની લાગણી જોવા મળી

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં ભારદારી વાહનોની અડફેટે અકસ્માતની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકોના જીવ પણ ગયા છે. છતાં કોઇ લાંબાગાળાના આયોજનના અભાવે આ ઘટનાઓમાં ઘટાડો જોવા નથી મળી રહ્યો. જેને કારણે વડોદરાવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ફરી કોઇ પરિવારે પોતાનું સ્વજન ભારદારી વાહનની અડફેટે ન ગુમાવવું પડે તેની કાળજી પોલીસ અને તંત્રએ લેવી પડશે.

Advertisement

આ પણ વાંચો --VADODARA : UP માં ગ્રામ પંચાયત માટે 1000 વાહનોનો બનાવટી ઓર્ડર પકડાવી ઠગાઇ

Tags :
Advertisement

.