Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ખોટા નામ ધારણ કરી બદઇરાદા પાર પાડતું જોડું ઝબ્બે

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના જે.પી. રોડ પોલીસ (J P ROAD POLICE STATION) મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદીએ આરતી અને રાહુલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ આપી હતી. ફરિયાદી બહાર ગયા હતા અને તેમના વૃદ્ધ માતા ઘરે એકલા...
vadodara   ખોટા નામ ધારણ કરી બદઇરાદા પાર પાડતું જોડું ઝબ્બે

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના જે.પી. રોડ પોલીસ (J P ROAD POLICE STATION) મથકમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરિયાદીએ આરતી અને રાહુલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ આપી હતી. ફરિયાદી બહાર ગયા હતા અને તેમના વૃદ્ધ માતા ઘરે એકલા હતા. દરમિયાન ઘરકામ કરવા માટે આરતી અને રાહુલને કામ પર રાખવામાં આવ્યા હતા. તેવામાં 11 જુન, 24 પહેલા ઘરના ઉપરના માળે આવેલા રૂમની તિજોરીમાં સોના-ચાંદીના ઘરેણા મળી રૂ. 8.20 લાખની ચોરી થઇ હતી.

Advertisement

ઉડાઉ જવાબ આપ્યો

મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) તપાસમાં જોડાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇની તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ દ્વારા પોતાના ખોટા નામ આપી, ઓળખ અંગેના કોઇ ડોક્યૂમેન્ટ્સ આપ્યા ન્હતા. બાદમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેક્નિકલ, સીસીટીવી અને હ્યુમ સોર્સ આધારિત તપાસ લંબાવવામાં આવી હતી. જેમાં આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુરના સાબલા ખાતે હોવાની જાણ થતા ત્યાં ટીમે વોચ રાખી હતી. દરમિયાન લોકેશકુમાર ઉર્ફે રાહુલ સવાભાઇ કિર (ઉં. 24) (રહે. સાબલા, હરીજનવાસ, ડુંગરપુર - રાજસ્થાન) અને સીમા ઉર્ફે આરતી છગનભાઇ મકવાણા (ઉં. 25) (રહે. સાબલા, ડુંગરપુર, રાજસ્થાન) ને શોધી કાઢવામાં આવ્યા હતા. શરૂઆતમાં પુછપરછ કરતા બંનેએ ગુના સંબંધિત ઉડાઉ જવાબ આપ્યો હતો. બાદમાં વડોદરા લાવીને આગવી ઢબે પુછપરછ કરતા બંનેએ વટાણા વેરી દીધા હતા.

બાઇક અને મોબાઇલ ફોન રીકવર

વડોદરામાં પુછપરછ દરમિયાન જણાવ્યું કે, તેઓ ખોટા નામ ધારણ કરીને વાસણા-ભાયલી રોડ પર ઘરકામ માટે એકલા રહેતા વૃદ્ધ માહિલાને ત્યાં જોડાયા હતા. એક દિવસમાં ઘરમાં સોના-ચાંદીના દાગીનાઓ પર હાથફેરો કર્યો હતો. આ ગુનામાં ઉપયોગ કરવામાં આવેલા બાઇક અને મોબાઇલ ફોન પણ રીકવર કરવામાં આવ્યા છે. બંને પાસેથી રૂ. 41 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને વધુ તપાસ માટે જે. પી. રોડ પોલીસને સોંપવામાં આવ્યા છે.

Advertisement

આરોપીઓની એમઓ

આરોપીઓ પોતે પતિ-પત્ની હોવાનું જણાવી મકાનમાં ઘરકામ માટે રાખી લેવા જણાવતા હતા. બંને ખોટા નામ જણાવીને કામ મેળવતા, ખાસ કરીને સીનીયર સીટીઝન રહેતા હોય તેવા મકાનોમાં કામ કરવાનું પસંદ કરતા હતા. બાદમાં ઘરમાં કિંમતી વસ્તુઓ મુકવાની જગ્યાની જાણકારી મેળવીને હાથફેરાને અંજામ આપતા હતા.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

લોકેશ અને મહિલાએ અગાઉ પણ હાથફેરાને અંજામ આપ્યો છે. અગાઉ અમદાવાદમાં બે ગુનાઓ આચર્યા હતા. તે અંગે બોડકદેવ અને નરોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવવા પામ્યો છે. લોકેશ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા બદલ પાસા હેઠળ સુરત જેલ પણ જઇ આવ્યો છે. તે અગાઉ પોક્સોના કેસમાં રાજસ્થાનના ગાટોર ખંભેરા પોલીસ મથકમાં પકડાઇ ચુક્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બૂમરેન્જ ઇન્ડોર પ્લે પાર્કના સંચાલકો સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચો -- VADODARA : બૂમરેન્જ ઇન્ડોર પ્લે પાર્કના સંચાલકો સામે પોલીસ ફરિયાદ

Tags :
Advertisement

.