Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મોજશોખ માટે અછોડા તોડતા શખ્સોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA CRIME BRANCH : વડોદરામાં અછોડાતોડ એક્ટીવ થતા જ તેમને નાથવા માટે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) એક્ટીવ થઇ છે. તાજેતરમાં શહેરના સમા પોલીસ મથક વિસ્તારમાં અછોડા તુટવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં દબોચી...
vadodara   મોજશોખ માટે અછોડા તોડતા શખ્સોને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

VADODARA CRIME BRANCH : વડોદરામાં અછોડાતોડ એક્ટીવ થતા જ તેમને નાથવા માટે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) એક્ટીવ થઇ છે. તાજેતરમાં શહેરના સમા પોલીસ મથક વિસ્તારમાં અછોડા તુટવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં દબોચી લીધા છે. આરોપીઓ દ્વારા સરળતાથી પૈસા કમાવવા, અને તેનો મોજશોખ પાછળ ઉપયોગ કરવા માટે આ કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ટીમ વોચમાં હતી

સમગ્ર તપાસને લઇને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી રાઠોડ જણાવે છે કે, વડોદરામાં પાછલા કેટલાય દિવસથી વહેલી સવારે અને સાંજના સમયે વોક કરવા નિકળ્યા હોય, ત્યારે ખાસ કરીને મહિલાઓને અછોડાતોડ દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગ પકડી હતી. બાતમી આધારે ઇસમો અંગેની માહિતી મળી હતી. તેના આધારે ટીમ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે વોચમાં હતી. ત્યાંથી બે ઇસમો મળ્યા છે. વૈભવ બાબુભાઇ જાદવ, અને ભાવેશ મનસુખભાઇ જાડીયા બંને જુનાગઢના રહેવાસી છે. બંનેની પુછપરછ કરતા સમા પોલીસ મથકના ત્રણ કેસો ઉકેલાયા હતા. મુદ્દામાલ મળી આવ્યો છે. તેઓ પહેલા બાઇક ચોરી કરતા હતા. અને તેનો ઉપયોગ અછોડા તોડમાં કરતા હતા. આ કાર્યવાહીમાં કુલ 5 ગુના ડિટેક્ટ થયા છે. આ કાર્યવાહીમાં રૂ. 3.67 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આરોપીઓ ભણેલા-ગણેલા

એમઓ પ્રમાણે, ચોરી કર્યા બાદ બોમ્બે વેચવા માટે જતા. તેઓ ફરવા માટે ગોવા જતા હતા. એક આરોપી વિરૂદ્ધ 15 ગુના અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયા હતા. આ મામલે સમા પોલીસ મથકમાં આપોપીઓને સોંપવામાં આવ્યા છે. અને તેમણે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ભણેલા-ગણેલા છે. મોજશોખ માટે ચોરી કરતા હતા. ઓછી મહેનતે વધારે પૈસા મળે તે તેમને હેતું હતો. આ મામલામાં બીજા કોઇ ઇન્વોલ્વ હશે તો તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારના ગુના અટકાવવા માટે પેટ્રોલીંગ વધાર્યું છે. ટીમોને એલર્ટ કરવામાં આવી છે. બાઇક અને પીસીઆર પેટ્રોલીંગ પર ભાર મુકવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : VMC ચેરમેનના ડ્રાઇવરને BJP કોર્પોરેટરે લાફો માર્યો, કહ્યું “તેની ભાષામાં જવાબ આપ્યો”

Advertisement
Tags :
Advertisement

.