Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વિદેશમાં નોકરીનું સ્વપ્ન સેવતા યુવકને કડવો અનુભવ

VADODARA : વિદેશમાં નોકરી ઇચ્છુક વ્યક્તિને 34 દિવસ યાતનાઓ વેઠવી પડી હોવાનો કિસ્સા સપાટી પર આવ્યો છે. આ અંગે મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં નોંધાતા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી આ મામલે...
06:04 PM May 27, 2024 IST | PARTH PANDYA

VADODARA : વિદેશમાં નોકરી ઇચ્છુક વ્યક્તિને 34 દિવસ યાતનાઓ વેઠવી પડી હોવાનો કિસ્સા સપાટી પર આવ્યો છે. આ અંગે મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં નોંધાતા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી આ મામલે એક આરોપીની અટકાયત કરવામાં સફળતા મળી છે. આવતી કાલે આરોપીને કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડ મેળવવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

લેટર આપીને વિયેતનામ મોકલ્યો

DCB પોલીસ મથકમાં દિનબંધુ શાહુ નોંધાયેલી ફરિયાદ અનુસાર ભોગ બનનાર, ઓરીસ્સા ખાતે રહેતો હતો. તેણે યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ મેનેજીંગ ડાયરેક્ટર મનીષ હિંગુ, એજન્ટ કિરણ પાઠક, કંબોડિયા એજન્ટ વિક્કીને વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી સંપર્ક કર્યો હતો. અને વિયેતનામમાં નોકરીની તક હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેને વડોદરાની ઓફિસે બોલાવીને ભરોસો કેળવીને વિઝા પ્રોસેસીંગ ફીના નામે રૂ. 1.50 લાખ મેળવી લીધા હતા. બાદમાં મનીષ હિંગુએ તેને વિયેતનામમાં ડેલ્ટા નામની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી અંગેનો લેટર આપીને વિયેતનામ મોકલ્યો હતો. તે ત્યાં પહોંચ્યા બાદ એજન્ટ કિરણે કહ્યું કે, ઓફર લેટરવાળી નોકરી બંધ થઇ ગઇ છે.

નોકરી છોડવાનું જણાવ્યું

બાદમાં તેમણે એજન્ટ વિક્કીનો સંપર્ક કરાવ્યો હતો. તેણે વિયેતનામથી કંબોડિયા જવા માટે લઇ જઇ નામ વગરની કંપનીમાં પહોંચાડ્યો હતો. અહિંયા ચેટ પ્રોસેસ નોર્મલ ચેટ કરતા અલગ પ્રકારની હતી. જેમાં ભારતના લોકોને અલગ અલગ પ્રકારે ચેટીંગ કરી, પ્રેમજાળમાં ફસાવી, લોભ-લાલચ અને ધમકીઓ આપી બેંક એકાઉન્ટ હેક કરી નાણાં ટ્રાન્સફર કરાવવાનું કામ હતું. આ નોકરીમાં રસ ન હોવાથી તેમણે નોકરી છોડવાનું જણાવ્યું હતું. બાદમાં અનામી કંપનીના ચાઇનીઝ અધિકારી દ્વારા રૂ. 2820 ડોલરની માંગણી કરવામાં આવી હતી. જો તેમ નહિ કરે તો રૂ. 2000 ડોલરમાં તેને અન્ય કંપનીને વેચી દેવાની ધમકી આપી હતી. આ માટે ત્રણ દિવસ આપ્યા હતા. તેને પાસપોર્ટ લઇ લેવામાં આવ્યો હતો. અને સ્પષ્ટ જણાવી દીધું કે, હવે તું ભારત પાછો જઇ શકીશ નહી.

ગર્ભીત ધમકીઓ આપવામાં આવી

બાદમાં તેમને ત્રણ દિવસ સુધી જમવાનું આપવામાં આવ્યું ન્હતું. પછી 34 દિવસ સુધી એક બંધ રૂમમાં ગોંધી રાખીને ગર્ભીત ધમકીઓ આપવામાં આવી હતી. બાદમાં આ અંગે ગુનો નોંધાતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી હતી. અને આરોપી પૈકી મનીષ બળવંતરાય હિંગુ (ઉં . 30) (રહે. લાલજીકૃપા ફ્લેટ, ગોત્રી) ની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને આવતી કાલે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : પાછલા દરવાજેથી દિયરે પ્રવેશી ભાભી સામે ખોટી માંગ મુકી, પતિએ કહ્યું. “શું પ્રુફ છે ?”

Tags :
accusedbranchCrimejobnabbedRacketScamVadodara
Next Article