Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : 'હરણી હત્યાકાંડ' માં કોર્પોરેશને કાર્યપાલક ઇજનેર સહિત 6 ને ફટકારી નોટિસ

વડોદરાની (VADODARA) હરણી લેક ઝોન (HARNI LAKE ZONE) દુર્ઘટનામાં કોર્પોરેશન દ્વારા હવે કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ફરિયાદી અધિકારી સહિત 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. માહિતી મુજબ, મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે....
10:42 AM Feb 14, 2024 IST | Vipul Sen

વડોદરાની (VADODARA) હરણી લેક ઝોન (HARNI LAKE ZONE) દુર્ઘટનામાં કોર્પોરેશન દ્વારા હવે કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ફરિયાદી અધિકારી સહિત 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. માહિતી મુજબ, મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 7 દિવસમાં જવાબ આપવા નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.

કાર્યપાલક ઇજનેર સહિત 6 ઇજનેરને નોટિસ

વડોદરાની (VADODARA) ગોઝારી હરણી લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝન સ્કૂલના 12 માસૂમ વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયાં હતાં. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ કેસમાં કોર્પોરેશન દ્વારા હવે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. માહિતી મુજબ, કોર્પોરેશન (Vadodara Corporation) દ્વારા ફરિયાદી અધિકારી સહિત 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ફ્યુચરિસ્ટિક વિભાગના (Futuristic Department) કાર્યપાલક ઇજનેર સહિત 6 ઇજનેરને આ નોટિસ ફટકારવામાં આવી છે અને 7 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કોને કોને ફટકારાઈ નોટિસ :

1. રાજેશ ચૌહાણ (કાર્યપાલક ઇજનેર, ફ્યુચરિસ્ટિક સેલ)
2. પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર, પૂર્વ ઝોન )
3. જિજ્ઞેશ શાહ (હવાલાના નાયબ ઇજનેર, ફયુચરિસ્ટિક સેલ)
4. મુકેશ અજમેરી (હવાલાના નાયબ ઇજનેર, ફ્યુચરિસ્ટીક સેલ)
5. મિતેષ માળી (એએઈ, ફ્યુચરિસ્ટિક સેલ)
6. જિગર સયારિયા (એએઈ, ઉત્તર ઝોન)

ચાર આરોપી હાલ પણ ફરાર

આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી છે. હરણી બોટકાંડમાં (Harani Boat Incident) 14 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી ચાર આરોપી હાલ પણ ફરાર છે. આ ચારેય આરોપીઓ બેન્ક એકાઉન્ટ સીઝ કરાશે એવી માહિતી મળી છે. પોલીસના (Vadodara) જણાવ્યા મુજબ, અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. બીજી તરફ આરોપી દીપેન અને ધર્મિલની ઓફિસમાં સર્ચ ચાલુ છે. આ બંને આરોપી હાલ રિમાન્ડ પર છે અને તેમની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.

 

આ પણ વાંચો - Vadodara : ‘હરણી હત્યાકાંડ’ માં ન્યાય માટે પીડિત પરિવારોનો કલ્પાંત, 4 આરોપી હાલ પણ ફરાર!

Tags :
AAEDeepenDharmilFuturistic CellFuturistic DepartmentGujarat FirstGujarati NewsHarani boat incidentHarani MassacreHarni Lake Zone tragedyHigh Courtnew sunrise schoolVadodaraVadodara Corporationvadodara police
Next Article