Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : કોંગ્રેસના કોર્પોરેટર પોતાના વોર્ડમાં મત નહિ આપી શકે, ચૂંટણી તંત્ર સામે રોષ

VADODARA : વડોદરા (VADODARA) માં કોંગ્રેસના કોર્પોરેટર (CONGRESS CORPORATOR) જહા ભરવાડ પોતાના જ વોર્ડમાં મત નહિ આપી શકે તેવો ગંભીર છબરડો ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, તેમણે તેમના ઘરથી 10 કિમી...
06:09 PM May 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં કોંગ્રેસના કોર્પોરેટર (CONGRESS CORPORATOR) જહા ભરવાડ પોતાના જ વોર્ડમાં મત નહિ આપી શકે તેવો ગંભીર છબરડો ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, તેમણે તેમના ઘરથી 10 કિમી દુર આવેલી શાળામાં મત આપવા જવું પડશે. આ અંગે તેમને ચૂંટણી અધિકારીને જાણ કરતા કોઇ સંતોષજનક જવાબ મળી શક્યો નથી.

ચૂંટણી તંત્ર પર બળાપો કાઢ્યો

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને આવતી કાલે મતદાન યોજાનાર છે. ત્યારે વડોદરાના વોર્ડ નં - 1 ના કોર્પોરેટર જહા ભરવાડ પોતાના જ વોર્ડમાં વોટ નહિ આપી શકે તેવી સ્થિતી સર્જાઇ છે. જેને લઇને જહા ભરવાડે ચૂંટણી તંત્ર પર બળાપો કાઢ્યો છે.

બુથ માત્ર એક મીનીટના અંતરે

કોંગ્રેસના વોર્ડ નંબર - 1 ના કોર્પોરેટર જહા ભરવાડ જણાવે છે કે, આ ચૂંટણી કમિશનની ગંભીર છબરડો કહેવાય, કોઇ અભણ વ્યક્તિ પણ આવું ન કરે. હું ઇલેક્શનમ વોર્ડ નં - 1 ટીપી - 13 માં રહું છું. બે ટર્મથી કોર્પોરેટર છું. હું જે જગ્યાએ રહું છું ત્યાં બાજુમાં જ શાળા આવેલી છે. ડિસેમ્બર માસમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ યોજાયો ત્યારે મેં એડ્રેસ બદલાવ્યું હતું. હું જુના એડ્રેસથી માત્ર 100 મીટર જ દુર રહું છું. આ પ્રક્રિયા કર્યા બાદ ઓનલાઇન ચેક કરતા એરર આવતી હતી. એડ્રેસમાં સુધારા સાથે મારૂ અને મારી પત્નીનું ચૂંટણી કાર્ડ આવ્યું છે. આમ જોવા જઇએ તો મારૂ બુથ માત્ર એક મીનીટના અંતરે છે.

ગંભીર છબરડો કહેવાય

વધુમાં તેઓ જણાવે છે કે, મારા ઘરે સ્લીપ ન આવતા જવાબદાર ચૂંટણી અધિકારીને જાણ કરી હતી. તેણે સ્ક્રિન શોટ શેર કર્યો હતો. જે તપાસતા મારે સેવાસીમાં મારા ઘરથી આશરે 10 કિમી દુર, જ્યાં મારો વોર્ડ નથી લાગતો ત્યાં નંબર આવ્યો છે. હું મારા વોર્ડમાં વોટ નહિ આપી શકું. આ કમિશનનો ગંભીર છબરડો કહેવાય, આ પ્રકારની ભૂલ ચલાવી શકાય નહિ.

10 કિમી દુર વોટ આપવા જવું પડશે

વધુમાં તેમણે ઉમેર્યું કે, હું કોંગ્રેસનો કોર્પોરેટર છું. જેથી મને હેરાન કરવાની સાજીશ હોઇ શકે છે. હું 18 વર્ષથી ઉંમરથી વોટ આપું છું. અત્યાર સુધી નજીકની શાળામાં વોટ આપતો હતો. પરંતુ આ વખતે 10 કિમી દુર વોટ આપવા જવું પડશે. આ કમિશનના ગંભીર છબરડાનો મારે જવાબ જોઇએ. મારી આસપાસ રહેતા લોકોને નજીકની શાળામાં જ વોટ આપવા જવાનું છે. મારે ત્યાં રીસીપ્ટ નથી આવી. મતદાર સુધારણા યાદી માટે કામ કરતા લોકોને બુથ, વિધાનસભાની સમજ હોવી જોઇએ. જો આ અંગે વ્યવસ્થિત જવાબ નહિ મળે તો હું કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ તૈયાર છું.

આ પણ વાંચો -- VADODARA : બેલેટ અને કંટ્રોલ યુનિટને સાથે રાખતી બેગ કર્મીએ માટે મોટી રાહત

Tags :
CongressCorporatorElectionfarfornumberraiseSchoolVadodaraVoiceVoting
Next Article