ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : પોલીસની બેરહેમીનો ભોગ લારીધારક બન્યો, યુવકની હાલત નાજુક

VADODARA : વડોદરામાં પોલીસ (VADODARA CITY POLICE) ની બેરહેમીનો ભોગ આમલેટની લારી ચલાવનાર બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સ્ટેશન રોડ (STATION ROAD) પર રાત્રે લારી ચાલતી હતી. જેને લઇને બે પોલીસ જવાનો દ્વારા લારી સંચાલક ફૈઝાનને દંડા...
11:15 AM May 01, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં પોલીસ (VADODARA CITY POLICE) ની બેરહેમીનો ભોગ આમલેટની લારી ચલાવનાર બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સ્ટેશન રોડ (STATION ROAD) પર રાત્રે લારી ચાલતી હતી. જેને લઇને બે પોલીસ જવાનો દ્વારા લારી સંચાલક ફૈઝાનને દંડા વડે બેરહેમીપૂર્વક માર મારતા તે ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદ તેને પ્રથમ એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે ગેંડા સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સિરિયસ હોવાનું જાણવી મળી રહ્યું છે. તો બીજી તરફ બેજવાબદાર પોલીસ જવાનો સામે કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

બંધ કરાવવા માટે પોલીસ જવાનો પહોંચ્યા

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતદાન યોજાવવા જઇ રહ્યું છે. હાલ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગું છે. ત્યારે વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઘટનાને લઇ પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરાત્રે શહેરના સ્ટેશન રોડથી પંડ્યા બ્રિજ તરફ જવાના રસ્તે મોડી રાત્રે આમલેટની લાગી ચાલુ હતી. જે બંધ કરાવવા માટે પોલીસ જવાનો પહોંચ્યા હતા. જવાનોએ લારી સંચાલકને દંડા વડે માર માર્યો હતો.

તબિયત સિરિયસ

આટલેથી નહિ અટકતા પોલીસ જવાનોએ તેને ઢસડીને પીસીઆર વાન તરફ લઇ ગયા હતા. તેવામાં લારી સંચાલકને માથામાંથી લોહી નિકળતા તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સઘન સારવાર મળી રહે તે માટે ગેંડા સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત સિરિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેને માથાના ભાગે અનેક ટાંકા આવ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસ જવાનો સામે કાર્યવાહી

સમગ્ર ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. ખાનગી હોસ્પિટલ બહાર ડીસીપી જુલી કોઠિયા પહોંચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ આમલેટની લારી ચલાવનાર પર બેરહેમી આચરનારા પોલીસ જવાનો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં બે પોલીસ જવાન અને પીસીઆર વાન ચાલક પર કાર્યવાહી થઇ શકે છે, તેમ સુત્રોએ ઉમેર્યું છે.

આ પણ વાંચો -- VADODARA : જોય ઇ-બાઇક કંપની ભીષણ આગની લપેટમાં

Tags :
admittedCityHospitalinlorrymidnightmisbehaveownerpoliceVadodarawith
Next Article