Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સેન્ટ્રલ જેલમાં જમીનમાંથી મોબાઇલ શોધી કઢાયો

VADODARA : વડોદરાના સેન્ટ્ર જેલ (VADODARA CENTRAL JAIL) માં વધુ એક વખત મોબાઇલ (MOBILE FOUND) મળી આવવાની ઘટના સામે આવી છે. આ વખતે મોબાઇલ જમીનમાં દાટેલો શોધી કાઢવામાં આવ્યો હતો. જે બાદ જેલમાં રહેલા ચાર આરોપીઓ સામે રાવપુરા પોલીસ મથકમાં...
vadodara   સેન્ટ્રલ જેલમાં જમીનમાંથી મોબાઇલ શોધી કઢાયો

VADODARA : વડોદરાના સેન્ટ્ર જેલ (VADODARA CENTRAL JAIL) માં વધુ એક વખત મોબાઇલ (MOBILE FOUND) મળી આવવાની ઘટના સામે આવી છે. આ વખતે મોબાઇલ જમીનમાં દાટેલો શોધી કાઢવામાં આવ્યો હતો. જે બાદ જેલમાં રહેલા ચાર આરોપીઓ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

શંકાના આઘારે સઘન પુછપરછ

રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 26 એપ્રિલના રોજ સર્કલ વિભાગ - 12 ખાતે ફરજના કર્મચારીઓ દ્વારા બાતમીના આધારે ઝડતી સ્કવોર્ડ સાથે ઝડતી હાથ ધરી હતી. તેવામાં કાચા કામના કેદી જીવણ ચતુરભાઇ સોલંકીની શંકાના આઘારે સઘન પુછપરછ કરવામાં આવતા તેણે ખોલી નં - 6 સામેના ઝાડ પાસે જમીનમાં ખાડો ખોદીને ફોન છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું. જે બાદ ત્યાંથી સિમકાર્ડ વગરનો મોબાઇલ ફોન, બેટરી સહિત મળી આવ્યો હતો.

મોબાઇલ પર સ્ટીકર મારવામાં ન આવ્યું

જે બાદ આ અંગે કાચા કામના આરોપીની વધુ એક વખત સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેણે આ મોબાઇલ જીવણ ચતુરભાઇ સોલંકી, કાચા કામના આરોપી ધિરજ દિપકભાઇ કનોજીયા, કાચા કામના આરોપી અલ્પેશ હરદાસમલ વાધવાણી તથા પાકા કામના કેદીસ સતિષ ઉર્ફે બોકલ ભીખાભાઇ પઢીયાર સાથે ઉપયોગમાં લેતા હોવાનું જણાવ્યું હતું. આ મોબાઇલ પર સ્ટીકર મારવામાં ન આવ્યું હોવાના કારણે તેનો આએમઇઆઇ નંબર જાણી શકાયો નથી.

Advertisement

વધુ કાર્યવાહી હાથ ધરી

આ ઘટના બાદ રાવપુરા પોલીસ મથકમાં જીવણ ચતુરભાઇ સોલંકી, ધિરજ દિપકભાઇ કનોજીયા, અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાધવાણી અને સતિષ ઉર્ફે બોકલ ભીખાભાઇ પઢીયાર (હાલ, તમામ રહે, વડોદરા સેન્ટ્રલ જેલ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર હરણી બોટકાંડમાં મૃતકના પરિવારને મળ્યા

Advertisement

Tags :
Advertisement

.