Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : શિક્ષીકાની કાર ભાડે લઇ જઇ બારોબાર વહીવટ

VADODARA : વડોદરામાં મહિલા શિક્ષીકાની કારને ભાડે લઇ જઇને બારોબાર વહીવટ (CAR ON RANT FRAUD - VADODARA) કરી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શખ્સે તેમની પાસે આવીને કારનું સારુ ભાડુ આવશે તેમ જણાવી તે મેળવી હતી. શરૂઆતના મહિનાઓમાં...
vadodara   શિક્ષીકાની કાર ભાડે લઇ જઇ બારોબાર વહીવટ

VADODARA : વડોદરામાં મહિલા શિક્ષીકાની કારને ભાડે લઇ જઇને બારોબાર વહીવટ (CAR ON RANT FRAUD - VADODARA) કરી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શખ્સે તેમની પાસે આવીને કારનું સારુ ભાડુ આવશે તેમ જણાવી તે મેળવી હતી. શરૂઆતના મહિનાઓમાં તેનું ભાડુ પણ ચુકવ્યું હતું. પરંતુ બાદમાં ભાડુ ચુકવવામાં ગલ્લા-તલ્લા કરવામાં આવતા તેણીએ કાર પાછી માંગ હતી. જે આજદિન સુધી પરત મળી નથી. આખરે ઉપરોક્ત મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

ટ્રાવેલ્સનું નામ રોયલ ટ્રાવેલ્સ

બાપોદ પોલીસ મથક (BAPOD POLICE STATION - VADODARA) માં પરવીનાબાનુ મોહંમદભાઇ વ્હોરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ પાલિકાની શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરે છે. તેમના નામે એક એસયુવી કાર છે. જેનો ઉપયોગ તેમનો ભાણેજ કરતો હતો. જુન - 2021 માં અલ્ફાઝ યુનુસ વ્હોરા (રહે. મદીના મસ્જીદ પાછળ, મેમણ કોલોની, ધનાની પાર્ક, આજવા રોડ) તેમના ઘરે આવ્યો હતો. અને જણાવ્યું કે, હું ટ્રાવેલ્સનું કામ કરું છું. મારા ટ્રાવેલ્સનું નામ રોયલ ટ્રાવેલ્સ છે. મારી ઓફિસ ફતેગંજ ખાતે આવેલી છે. હું તમને માસિક ભાડુ રૂ. 40 હજાર આપીશ.

ગાડી અજમેર ખાતે ભાડેથી ગઇ છે

બાદમાં અલ્ફાઝે શરૂઆતમાં ચાર માસ સુધી રૂ. 40 હજાર ભાડુ તેમના ભાણેજને આપ્યું હતું. બાદમાં ભાડુ આપવાનું બંધ કરી દીધું હતું. બાદમાં તેમણે અલ્ફાઝ ભાઇને ફોન કરીને કહ્યું કે, મારે મારી ગાડી ભાડે નથી આપવી. તમે રાડી પાછી આપી દો. તેણે સામે જણાવ્યું કે, તમારી ગાડી અજમેર ખાતે ભાડેથી ગઇ છે. અને દસ દિવસ પછી આવશે. ત્યાર બાદ અનેક વખત ગાડીની તપાસ કરવા માટે જતા તે મળી આવ્યા ન્હતા. બાદમાં જાણ્યું કે, ઘર તેમણે ભાડે આપી દીધું છે. અને મોબાઇલ બંધ કરી દીધો છે. આખરે શિક્ષીકાએ ઉપરોક્ત મામલે અલ્ફાઝ યુનુસ વ્હોરા (રહે. મદીના મસ્જીદ પાછળસ, મેમણ કોલોની, આજવા રોડ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મોબાઇલમાં વિડીયો જોઇ જતા વાત હત્યા સુધી પહોંચી

Advertisement
Tags :
Advertisement

.