Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વિવાદીત ફિલ્મને ભાજપ યુવા મોરચાના પ્રમુખનું સમર્થન

VADODARA : તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજ ફિલ્મ રીલીઝ (MAHARAJ FILM CONTROVERSY) કરવામાં આવી છે. જેનો વિશ્વભરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ દ્વારા આ ફિલ્મ જોઇને તેને સમર્થન આપતી પોસ્ટ સોશિયલ...
10:55 AM Jul 14, 2024 IST | PARTH PANDYA
BJP WORKER : REPRESENTATIVE IMAGE

VADODARA : તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજ ફિલ્મ રીલીઝ (MAHARAJ FILM CONTROVERSY) કરવામાં આવી છે. જેનો વિશ્વભરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા ભાજપના યુવા મોરચાના પ્રમુખ દ્વારા આ ફિલ્મ જોઇને તેને સમર્થન આપતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી છે. આ પોસ્ટના કોમેન્ટ્સમાં પણ પ્રમુખ પોતાનો પક્ષ મુકતા જોવા મળ્યા હતા. હાલ આ પોસ્ટ હટાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્યને ફિલ્મ જોવા પ્રોત્સાહિત કરાયા

વૈષ્ણવ સમાજની લાગણી દુભાય તેવી મહારાજ મુવી રીલીઝ પહેલા જ વિવાદમાં આવી હતી. મહારાજ મુવીનો વડોદરામાં પુરજોશમાં વિરોધ થયો હતો. તેમાં વૈષ્ણવાચાર્યો પણ જોડાયા હતા. એક તબક્કે ફિલ્મનો રોકવા માટે મામલો કોર્ટમાં પણ ગયો હતો. જો કે, હાલ મહારાજ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા ભાજપ યુવા મોરચાના પ્રમુખ (VADODARA YUVA MORCHA PRESIDENT - PARTH PUROHIT) પાર્થ પુરોહિત દ્વારા વિવાદીત ફિલ્મ જોઇને તેને સમર્થન આપતી સોશિયલ મીડિયા પોસ્ટ મુકવામાં આવી છે. સાથે જ અન્યને પણ ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

કોમેન્ટમાં રીતસરનું યુદ્ધ છેડાઇ ગયું

પાર્થ પુરોહિત સોશિયલ મીડિયા પોસ્ટમાં લખે છે કે, ઘણા લોકો દ્વારા જણાવ્યા બાદ હમણાં મહારાજ ફિલ્મ જોઇ, યુવાપેઢી અને માતા-પિતાઓએ ખાસ ફિલ્મ જોવી જોઇએ, ધર્મ અને જાતીથી ઉપર ઉઠીને. જો કે, આ પોસ્ટ મુક્યા બાદ જ કોમેન્ટમાં રીતસરનું યુદ્ધ છેડાઇ ગયું હતું. વૈષ્ણવો દ્વારા ફિલ્મનો વિરોધ જારી રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ પાર્થ પુરોહિત દ્વારા ફિલ્મના બચાવમાં કોમેન્ટ્સ કરવામાં આવી રહી હતી. આખરે મામલે વધુ વધતા આ પોસ્ટ ડિલીટ કરી નાંખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

એટલે આજેય કરતા હશે ?

કોમેન્ટ બોક્સમાં જીગર શાહ લખે છે કે, એક ધર્મુગરૂ 150 વર્ષ પહેલા તથાકથીત વ્યાભિચાર કરતા, એટલે આજેય કરતા હશે ? એ સંદેશ ફિલ્મમાં આપે છે એ જોવા જેવું છે ? ફિલ્મનો વિરોધ હતો જ નહી, પરંતુ ફિલ્મમાં જે રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું તેનો વિરોધ હતો. અને આજેય એ વિરોધ તો છે જ.

આ પણ વાંચો -- Mahisagar: લંપટ શિક્ષકે કરી વિદ્યાર્થિનીની છેડતી, ગામ લોકોએ ચખાડ્યો મેથીપાક

Tags :
BJPcontroversialFilmMaharajmediamorchapostpresidentSocialsupportVadodarayuva
Next Article