Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાજપ અગ્રણીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો

VADODARA : વડોદરામાં ભાજપના ઓબીસી મોરચાના અગ્રણીની હત્યા મામલે ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. લાંબી સારવાર બાદ અગ્રણીનું તાજેતરમાં મૃત્યુ થયું હતું. આ મામલે રાવપુરા પોલીસ દ્વારા બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વડોદરામાં ભાજપના અગ્રણી...
vadodara   ભાજપ અગ્રણીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો

VADODARA : વડોદરામાં ભાજપના ઓબીસી મોરચાના અગ્રણીની હત્યા મામલે ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. લાંબી સારવાર બાદ અગ્રણીનું તાજેતરમાં મૃત્યુ થયું હતું. આ મામલે રાવપુરા પોલીસ દ્વારા બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

Advertisement

ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

વડોદરામાં ભાજપના અગ્રણી અને ઓબીસી મોરચા સાથે સંકળાયેલા ગોપાલભાઇ ચુનારા પર હુમલાની ઘટના સામે આવી હતી. આ હુમલાની ઘટના બાદ તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમં તેઓને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું નિધન થયું હતું. આ મામલાની જાણ થતા જ રાવપુરા પોલીસ એક્શનમાં આવી હતી. અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને દબોચી લેવાના ચક્રોગતિમાન કર્યા હતા.

તેણે ઘટનાની પુષ્ટી કરી

તપાસમાં ધ્યાને આવ્યું કે, મૃતકને આડ સંબંધની આશંકાએ સમજાવવા જતા તેનો ગૌતમ ચુનારા સાથે ઝઘડો થયો હતો. જેમાં તેણે પ્લાસ્ટીકની પાઇપ વડે માથામાં તથા શરીર પર ઇજાઓ પહોંચાડી હતી. ડીસીબી પોલીસે શકના આધારે તેને પકડી પાડીને રાવપુરા પોલીસ મથકમાં સોંપ્યો હતો. તેની પુછપરછ કરતા તેણે ઘટનાની પુષ્ટી કરી હતી. આ અંગે સંયોગીક પુરાવાઓ, નજરે જોનાર સાહેદો અને ટેકનિકલ સર્વેલન્સ તથ હ્યુમન રીસોર્સીસના આધારે જતીન ચુનારા અને ગોતમ ચુનારા (રહે. ગાજરાવાડી, વડોદરા) ની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

રિમાન્ડ મેળવવાની તજવીજ

સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના 9, મે ના રોજ બની હતી. ત્યાર બાદથી મૃતકને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આખરે તેઓનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા બાદ મામલે મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું ગતરોજ એસીપીએ જણાવ્યું હતું. ગોપાલભાઇ ચુનારાના મૃત્યુ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને દબોચી લીધા છે. જે બાદ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પાણી ઢોળાતા પાડોશી બાખડ્યા

Advertisement

Tags :
Advertisement

.