Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ફેરણીમાં કાર્યકર્તાઓ અને પાન પાર્લરના સંચાલક વચ્ચે બબાલ

VADODARA : વડોદરાના (VADODARA) વહીવટી વોર્ડ નંબર - 10 માં લોકસભાની ચૂંટણીની ફેરણી (ELECTION CAMPAIGN) ચાલી રહી હતી. તેવામાં ભાજપના કાર્યકરો (BJP WORKER) દ્વારા કોર્પોરેટરને બેસવા માટે પાન પાર્લરના સંચાલક પાસેથી ખુરશી માંગવામાં આવી હતી. જે બાદ તેણે ખુરશી પણ...
vadodara   ફેરણીમાં કાર્યકર્તાઓ અને પાન પાર્લરના સંચાલક વચ્ચે બબાલ

VADODARA : વડોદરાના (VADODARA) વહીવટી વોર્ડ નંબર - 10 માં લોકસભાની ચૂંટણીની ફેરણી (ELECTION CAMPAIGN) ચાલી રહી હતી. તેવામાં ભાજપના કાર્યકરો (BJP WORKER) દ્વારા કોર્પોરેટરને બેસવા માટે પાન પાર્લરના સંચાલક પાસેથી ખુરશી માંગવામાં આવી હતી. જે બાદ તેણે ખુરશી પણ આપી હતી. તે પછી કોઇ વાતને લઇને બોલવાનું થતા ખુરશી પાછી આપી દીધી હતી. અને પાન પાર્લર સંચાલક તથા ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

Advertisement

ખુરશી બેસવા માટે આપ ને...યાર કોર્પોરેટર છે

વડોદરામાં હાલ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારોમાં સંપર્ક અભિયાન જોવા મળી રહ્યું છે. તેવામાં વહીવટી વોર્ડ નંબર 10 માં આવતા પાન પાર્લરમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ખુરશી માંગ્યા બાદ માથાકુટ કરવામાં આવી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ વાયરલ વિડીયોમાં સંભળવા મળતા અંશ અનુસાર, એક વ્યક્તિ આવીને કહે છે કે, ખુરશી બેસવા માટે આપ ને...યાર કોર્પોરેટર છે. કહેતા યુવક ખુરશી આપી દે છે. તે બાદ યુવક અને કાર્યકરો વચ્ચે માથાકુટ થાય છે. અને યુવકને ખુરશી પરત આપી દે છે.

તુ માપમાં રહેજે.....બંધ કરાવી દઇશ

જે બાદ ભાજપના કાર્યકર્તા યુવકને કહે છે કે, સાંજે તુ અહિંયા ખુરશી બહાર મુકતો જ નહિ. અન્ય કાર્યકર આવીને યુવકને કહે છે કે, તુ માપમાં રહેજે.....બંધ કરાવી દઇશ. મારી જોડે બધું છે. આ આખીય બોલાચાલી સમયે ભાજપના સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે, તેમણે કોઇ દરમિયાનગીરી કરી હોય તેવું આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં જોવા નથી મળતું. આ ઘટનામાં વિડીયોમાં જોવા મળતા શખ્સો બ્રિજેશ કાપડીયા અને વિક્રમ હોવાની પ્રાથમિક ઓળખ થવા પામી છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : હેર સલુન સંચાલકે ગ્રાહકને બેરહેમી પૂર્વક માર માર્યો

Advertisement
Tags :
Advertisement

.