Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું, "મોટા પરિવારમાં નિર્ણયો બદલવા પડે, THANK YOU"

VADODARA : વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ (MP RANJANBEN BHATT) ને ત્રીજી વખત ટીકીત આપ્યા બાદથી વિરોધનો સૂર શરૂ થયો હતો. પ્રથમ પાર્ટીના સિનિયર મહિલા આગેવાન ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા અણિયારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ તેમના પાર્ટી દ્વારા સસ્પેન્ડ...
12:43 PM Mar 23, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ (MP RANJANBEN BHATT) ને ત્રીજી વખત ટીકીત આપ્યા બાદથી વિરોધનો સૂર શરૂ થયો હતો. પ્રથમ પાર્ટીના સિનિયર મહિલા આગેવાન ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા અણિયારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ તેમના પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા હવે અન્ય ઉમેદવારો માટે માર્ગ મોકળો થયો છે. આ તકે ડો. જ્યોતિબેન પંડ્યા દ્વારા મીડિયા સમક્ષ તેમની વાત મુકવામાં આવી હતી.

જે થશે તે સારૂ જ થશે

ડો. જ્યોતિબેન પંડ્યા જણાવે છે કે, મોદીજીની લીડરશીપમાં તો આપણને કોઇ શક નથી. વડોદરાના લોકોને કંઇકને કંઇક મનમાં હતું. પરંતુ જે પણ નિર્ણય લેવાયો છે તે માટે ધન્યવાદ. વડોદરાના સંસ્કારી અને જાગૃત નાગરિકોને ધન્યવાદ. જે આમાં જોડાયા છીએ. સારૂ જ થવા માટે જોડાયા છીએ. આપણા મનની વાત જે સ્વરૂપે બહાર આવી હતી. જે મારે કહેવાનું હતું, તેને લઇને મે જાહેરમાં કહ્યું હતું. વડોદરા અને બહારના લોકો જાગૃત અને સમજદાર છે. અને મને શ્રદ્ધા છે જે થઇ રહ્યું છે, જે થશે તે સારૂ જ થશે. નરેન્દ્રભાઇ વિકાસની રાજનીતીને આગળ ધપાવનારા આપણા વડીલ છે. તેમની રાજનીતીમાં તેમના નિર્મણયોમાં શક નથી. તેમના નિર્ણયો વડોદરાના લોકોને ગમે તેવા થશે. નાગરિકોના હિતમાં જ થશે. જે થઇ રહ્યું છે અને જે થશે તે વડોદરા માટે સારૂ જ હશે.

મોદીજીનું જે નેતૃત્વ છે, તેમને ધન્યવાદ

આજે જે ઘટનાક્રમ થયો છે, તેમાં મારે નકારાત્મક વાત કરવી નથી. હકારાત્મક વાત કરવી છે. વડોદરાનું હિત થઇ રહ્યું છે. આગળ પણ આપણે હિત કરવાનું છે. હિત કરવા નકારાત્મક વાતાવરણ નહિ બનાવવું જોઇએ. વડોદરાના હિતમાં જે કંઇ થતું હોય ત્યારે મારે પણ ઇગો લાવવાનું મન નથી થતું. ઇશ્વરે મને સોંપ્યું હશે, મેં પહેલ કરી અને બધા જોડાયેલા હતા. એટલે જ આવા નિર્ણયો આવી શકે, મોદીજીનું જે નેતૃત્વ છે, તેમને ધન્યવાદ, વડોદરાના બધા વતી ધન્યવાદ, બહેને નિર્ણય લીધો તેમને ધન્યવાદ, હરિ કરે તે સારા માટે, આ બધુ હરિ જ કરે છે તેમ માનો. લોકશાહીના સ્થંભો છે તેમાં નાગરીકો પણ છે. નાગરીકો સાચી વાત પહોંચાડતા હોય છે. સત્ય પરાજીત નથી થતો. સત્ય બહાર આવીને રહે છે. મોટો પરિવાર હોય તો નિર્ણયો બદલવા પણ પડે. તટસ્થ નિર્ણયો સામે ધન્યવાદ અને અભિનંદન.

વડોદરાવાસીઓનો વિજય

કેસરિયા વાળી જ મારી ડીએનએ છે. મરૂં તો પણ કેસરિયા ઓઢાડજો. મને પાર્ટીએ સસ્પેન્ડ કરી છે. હું ભારતીય જનતા પાર્ટીની આઇડીયોલોજી સાથે સંકળાયેલી છું.આ વડોદરાવાસીઓનો વિજય છે.

આ પણ વાંચો --VADODARA : ભાજપનો આંતરિક અસંતોષ આયાતી ઉમેદવારને ફળી શકે છે !

Tags :
BJPcontestingdenyElectionjyotileaderMPpandyasaidseniorthankVadodarayou
Next Article