Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : BJP MLA યોગેશ પટેલ ફરી નારાજ ?, જાણો શું થયું

VADODARA : વડોદરામાં ભાજપના સિનિયર ધારાસભ્ય (BJP MLA) યોગેશ પટેલે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોષીના હસ્તે ખેસનું સન્માન લેવાનું ટાળ્યું છે. ઓપન જીપમાં ડો. હેમાંગ જોષી ચૂંટણીની ફેરણી કરી રહ્યા હતા. તેવામાં સેંકડો લોકોની હાજરીમાં યોગેશ પટેલે ખેસનું સન્માન...
vadodara   bjp mla યોગેશ પટેલ ફરી નારાજ    જાણો શું થયું

VADODARA : વડોદરામાં ભાજપના સિનિયર ધારાસભ્ય (BJP MLA) યોગેશ પટેલે ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોષીના હસ્તે ખેસનું સન્માન લેવાનું ટાળ્યું છે. ઓપન જીપમાં ડો. હેમાંગ જોષી ચૂંટણીની ફેરણી કરી રહ્યા હતા. તેવામાં સેંકડો લોકોની હાજરીમાં યોગેશ પટેલે ખેસનું સન્માન ટાળતા મામલો કાર્યકરોમાં ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે.

Advertisement

નારાજગી સોશિયલ મીડિયામાં અનેક વખત સામે આવવા પામી

વડોદરામાં લોકસભા બેઠકના બીજી વખતના ઉમેદવારની જાહેરાત બાદ પણ આંતરિક રોષ કોઇને કોઇ રીતે બહાર આવી રહ્યો છે. પહેલા ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી. જે બાદ તેમનો પ્રચંડ વિરોધ જોવા મળતા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. જે બાદ ભાજપે યુવા નેતા ડો. હેમાંગ જોષી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જે બાદ વડોદરાના ભાજપના લોકસભા ઉમેદવાર પ્રત્યેની નારાજગી સોશિયલ મીડિયામાં અનેક વખત સામે આવવા પામી હતી.

સ્વિકાર કરવાનો ઇનકાર

આ સ્થિતી માત્ર કાર્યકરોમાં જ નહિ પરંતુ ચૂંટાયેલા સિનિયર ધારાસભ્યમાં પણ આજે યથાવત હોય તેવું જાણવા મળી રહ્યું છે. ગત સાંજે ડો. હેમાંગ જોષી માંજલપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં ખુલ્લી જીપમાં ફેરણી કરવા માટે નિકળ્યા હતા. ત્યારે તેમની સાથે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પણ જોડાયા હતા. દરમિયાન ડો. હેમાંગ જોષીએ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને ખેસરૂપી સન્માન પહેરાવવા જતા તેમણે હાથ આડો કરી દીધો હતો. અને તેનો સ્વિકાર કરવાનો ઇનકાર કર્યો હતો. આ ઘટના ગણતરીના સમયમાં સેંકડો કાર્યકરોની હાજરીમાં બની હતી. જેને લઇને અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

Advertisement

શું યોગેશ પટેલ ડો. હેમાંગ જોષીની પસંદગીથી નારાજ છે !

સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ લોકોની કોઇ પણ સમસ્યાને ધારદાર રીતે ઉઠાવવા માટે જાણીતા છે. વડોદરાની વાતને ઉચ્ચ કક્ષાએ સ્પષ્ટતા પૂર્વક તેમણે રજૂ કરી હોવાના અનેક કિસ્સોઆ આપણી સામે છે. ત્યારે તેમના દ્વારા લોકસભાના ઉમેદવારના હસ્તે ખેસ રૂપી સન્માન લેવાનો ઇનકારની ઘટનાને મોટી નિરાશા તરીકે જોવામાં આવી રહ્યો છે. શું યોગેશ પટેલ ડો. હેમાંગ જોષીની પસંદગીથી નારાજ છે, કે પછી હેમાંગ જોષીની કોઇ વાતથી નારાજ છે, આ પ્રકારના તરહ તરહને પ્રશ્નો કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચાઇ રહ્યા છે.

આ પણ વાંચો --VADODARA : દુરથી ભીષણ દેખાતી આગ ગણતરીના સમયમાં થાળે પડી

Advertisement

Tags :
Advertisement

.