ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા પ્રભારી ગોરધન ઝડફિયાની બેઠકોનો દોર શરૂ

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA 2024) અને વિધાનસભાની ચૂંટણી (ELECTION 2024) યોજાવવા જઇ રહી છે. તેને લઇને ભાજપ દ્વારા કમર કસવામાં આવી છે. આજે વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરાની મુલાકાતે આવ્યા છે. પ્રથમ તેઓ જિલ્લા કમલમ ખાતે પહોંચ્યા...
12:39 PM Mar 31, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) માં લોકસભા (LOKSABHA 2024) અને વિધાનસભાની ચૂંટણી (ELECTION 2024) યોજાવવા જઇ રહી છે. તેને લઇને ભાજપ દ્વારા કમર કસવામાં આવી છે. આજે વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરાની મુલાકાતે આવ્યા છે. પ્રથમ તેઓ જિલ્લા કમલમ ખાતે પહોંચ્યા હતા. અને બેઠક શરૂ કરી હતી. વધુ લીડથી ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી લડે તેવા ઉમેદવાર નક્કી કરી શકી નથી. આ સ્થિતીનો સીધો ફાયદો ભાજપની ભવ્ય જીતમાં પરિવર્તિત થાય તો નવાઇ નહિ.

ગતરોજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો

વડોદરામાં લોકસભા 2024 અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. લોકસભા સીટ પર ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા છે. તો વિધાનસભા બેઠક પર અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટીકીટ આપવામાં આવી છે. વડોદરામાં ખાસ કરીને રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાને લઇન અનિચ્છા જાહેર કરાતા ડો. હેમાંગ જોષીને ટીકીટ ફાળવવામાં આવી હતી. જેને લઇને છુપો રોષ સામે આવી રહ્યો છે. તો બીજી તરફ ડો. હેમાંગ જોષી દ્વારા ગતરોજથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સ્થિતી વચ્ચે કોંગ્રેસ હજી પણ તેમના ઉમેદવાર નક્કી નથી કરી શકી. તેવામાં આજે વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરા આવી પહોંચ્યા છે.

બીજો કોઇ વિષય લેવાનો પણ નથી, અને આવવાનો પણ નથી

શરૂઆતમાં લોકસભા બેઠક પર ઉમેદવારનું નામ બદલી નાંખવાના વિવાદ અંગેનો સવાલ પુછવામાં આવ્યો હતો. તેના જવાબ સાથે ગોરધન ઝડફિયા જણાવે છે કે, પાર્ટીના પ્રચારમાં આવો કોઇ વિષય નથી. બધી વિધાનસભા સહ કાર્યકર્તાને ચૂંટણીના દિવસ સુધીની કામગીરી સોંપવા માટે વર્કીંગ પેટર્ન છે. છેલ્લા દિવસની વ્યવસ્થા સુધીની આ બેઠક છે. આખી લોકસભામાં આવતી તમામ વિધાનસભા દિઠ આ બેઠકો રાખવામાં આવી છે. બીજો કોઇ વિષય લેવાનો પણ નથી, અને આવવાનો પણ નથી. ચૂંટણીની વ્યવસ્થા અને તૈયારી સાથે મેદાનમાં છીએ. મોદીજીની નેતૃત્વમાં જે કાર્યો થયા છે. ગુજરાતમાં તમામ બેઠકો પર 5 લાખની લીડ હશે. તેમાં કાર્યકર્તાઓની આજની મહેનત નથી. મોદીજી ના 10 વર્ષનો કાર્યકાળ અને વર્ષોથી ગુજરાતમાં કાર્યકર્તાઓનો પરિશ્રમની પરાકાષ્ઠા છે. કોવિડમાં પણ અમારો કાર્યકર્તા મેદાને હોય છે. એટલા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિની જર્જરિત શાળાનું માળખુ દુર કરવાની શરૂઆત

Tags :
BJPelectoralgordhanleaderMeetingorganizeoverresponsibilitiesVadodarazadafia
Next Article