Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વહેલી સવારે નિકળેલા ભાજપના કોર્પોરેટર અછોડાતોડનો શિકાર બન્યા

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરોજ એક સાથે ચાર જગ્યાઓએ અછોડા તુટ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાઓ પૈકી એક તો ભાજપના તે વિસ્તારના કોર્પોરેટર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના કોર્પોરેટર (BJP CORPORATOR) અસુરક્ષતિ હોય ત્યારે અન્ય લોકોનું...
vadodara   વહેલી સવારે નિકળેલા ભાજપના કોર્પોરેટર અછોડાતોડનો શિકાર બન્યા

VADODARA : વડોદરા (VADODARA) માં ગતરોજ એક સાથે ચાર જગ્યાઓએ અછોડા તુટ્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાઓ પૈકી એક તો ભાજપના તે વિસ્તારના કોર્પોરેટર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપના કોર્પોરેટર (BJP CORPORATOR) અસુરક્ષતિ હોય ત્યારે અન્ય લોકોનું શું ! આ વાત શહેરભરમાં આ વાત ચર્ચાનો વિષય બની છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા તપાસ હાથમાં લેતા જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. જો કે, આ અંગે સત્તાવાર જાહેરાત હજી બાકી છે.

Advertisement

કામગીરી સામે સવાલો ઉઠ્યા

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને લઇ મતદાન પૂર્ણ થતા જ અછોડાતોડ ટોળકી સક્રિય બની હતી. ગતરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાર અછોડા તુટવાની ઘટનાઓ સામે આવી હતી. એક જ દિવસમાં વહેલી સવારે ચાર જગ્યાઓ પર આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા આ ઘટના પૈકી એક કિસ્સામાં તો ભોગ બનનાર ભાજપના કોર્પોરેટર ડો. રાજેશ શાહ પણ હતા.

ચીડવવાનો પ્રયત્ન કર્યો

ડો. રાજેશ શાહ જણાવે છે કે, હું સવારે સાયકલીંગ કરવા માટે નિકળ્યો હતો. તેવામાં બાલભવન પાસે પહોંચતા જ સ્પીડમાં એક બાઇક આવી અને તેના પર બેઠેલા શખ્સે મારા ગળામાં પગેરેલી સોનાની ચેઇન તફડાવી લીધી હતી. હું કંઇ સમજુ તે પહેલા તેઓ આ કૃત્યને અંજામ આપી ચુક્યા હતા. મેં તેને બુમ પાડતા બાઇક પર સવાર શખ્સે પગ હલાવીને મને ચીડવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા વડોદરા પોલીસ અને વિશેષ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

બચી શકે નહિ

વધુમાં ડો. રાજેશ શાહ જણાવે છે કે, વડોદરામાં નાગરિકોની સુરક્ષા માટે વડોદરા પાલિકા અને વડોદરા પોલીસ દ્વારા સીસીટીવી લગાડવામાં આવ્યા છે. કોઇ પણ ખોટું કરનાર શખ્સ તેમાંથી બચી શકે નહિ. ખોટું કરનારાઓ તેવું ન માને કે તેમનો કોઇ જોઇ રહ્યું નથી. આ ઘટનામાં ત્વરિક કામગીરી કરવા બદલ વડોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમનો આભાર માનીએ તેટલો ઓછો છે.

આ પણ વાંચો -- VADODARA : બરોડા ડેરી માટે મંડળીઓનું દુધ એકત્ર કરતા વાહનમાં ભેળસેળ કરનારાઓ સામે ફરિયાદ

Advertisement

Tags :
Advertisement

.