Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : લગ્નના રસોડાના કામે નિકળેલી બાઇક સવારી હોસ્પિટલ પહોંચી

VADODARA : વડોદરાના ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં યુવક અને તેના કાકા લગ્નના રસોડાના કામે નિકળ્યા હતા. પરંતુ અન્ય બાઇક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર...
11:01 AM Apr 15, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરાના ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં યુવક અને તેના કાકા લગ્નના રસોડાના કામે નિકળ્યા હતા. પરંતુ અન્ય બાઇક ચાલકે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ પોલીસે આ અંગે બાઇક નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચોકડીએ અન્ય બાઇક સાથે અકસ્માત

ડેસર પોલીસ મથકમાં રોહિતકુમાર વિક્રમભાઇ ચાવડા (રહે. શાહિપુરા, ભાથીજી ફળિયુ, ઠાસરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 13 એપ્રિલે રાત્રે તેઓ કાકા દશરથભાઇ સોમાભાઇ ચાવડા બાઇક પર ગોરસણ ગામે રહેતી બહેનના ઘરે લગ્ન હોવાથી રસોડાના કામ માટે જવા બાઇક પર નિકળ્યા હતા. ગોરસણ ગામની ચોકડી ઉપર આવતા એક અન્ય બાઇક ચાલકે અકસ્માત કરતા બંને ફંગોળાયા હતા. અને બંનેને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં કાકાના પગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું ધ્યાને આવ્યું હતું.

હાડકું ભાંગી ગયું

ત્યાર બાદ કાકાના દિકરા અને બનેવીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને ખાનગી વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રોહિત કુમારને પગમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. જ્યારે તેઓના કાકાના પગનું હાડકું ભાંગી ગયું હોવાનું નિદાન થયું હતું. અને તે પ્રમાણે સારવાર શરૂ કરવામાં આવી હતી.

અન્યની ગફલતના કારણે હોસ્પિટલ પહોંચ્યા

આખરે ઉપરોક્ત મામલે ડેસર પોલીસ મથકમાં બાઇક નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. આમ, ઘરેથી લગ્નના રસોડાના કામે નિકળેલો યુવક અને તેના કાકા અન્યની ગફલતના કારણે હોસ્પિટલ પહોંચ્યા હતા.

અભિયાન વધુ તેજ અને અસરકારક બનાવવું પડશે

અત્રે નોંધનીય છે કે, અવાર નવાર વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. પોલીસ દ્વારા અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે સડક સુરક્ષા અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ સમય જતા તેની અસરકારકતા ઘટતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને હવે આ અભિયાન વધુ તેજ અને અસરકારક બને તે દિશામાં કામ કરવું પડશે.

આ પણ વાંંચો -- VADODARA : કાર પર અચાનક ઝાડ પડતા ચાર લોકો દબાયા

Tags :
AccidentbikeHospitalmeetreachRideTwoVadodarawith
Next Article