Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : બરોડા ડેરીમાં જતા દુધને લઇ લોકોની આશંકા સાચી પડી

VADODARA : વડોદરાના સાવલી (SAVLI - VADODARA) તાલુકાના ગામોની મંડળીઓમાંથી બરોડા ડેરીમાં (BARODA DAIRY) જતા દુધમાં ચોરીની ગ્રામજનોની આશંકા સાચી પડી છે. વારંવાર રજુઆત છતા બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા આ અંગે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવતા આખરે ગ્રામજનોએ જ...
vadodara   બરોડા ડેરીમાં જતા દુધને લઇ લોકોની આશંકા સાચી પડી

VADODARA : વડોદરાના સાવલી (SAVLI - VADODARA) તાલુકાના ગામોની મંડળીઓમાંથી બરોડા ડેરીમાં (BARODA DAIRY) જતા દુધમાં ચોરીની ગ્રામજનોની આશંકા સાચી પડી છે. વારંવાર રજુઆત છતા બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા આ અંગે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવતા આખરે ગ્રામજનોએ જ પસવા ગામે વોચ ગોઠવી હતી. જેમાં ગતરાત્રે બરોડા ડેરીમાં જતા દુધને લઇને લોકોની આશંકા સાચી પડી હતી. અને ડ્રાઇવર તથા કન્ટક્ટરને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે બરોડા ડેરીમાં જાણ કરતા ત્યાંથી સાહેબો આવ્યા હતા, અને પરત પણ જતા રહ્યા હતા. હવે આ મામલાને ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

પૈસા અમારે જોડવાના આવતા હતા

સમગ્ર ઘટનાક્રમને લઇને કરચીયાના ચંદુભાઇ જશુભાઇ રાણા જણાવે છે કે, અમારી મંડળીમાંથી ઘણા સમયથી દુધ ચોરી થતું હતું. અમે કરચીયા અને પસવા મંડળીમાં ઘણા સમયથી દુધ ભરીએ છીએ. અમારે દર વખતે મંડળીના હિસાબમાં ભુલ આવતી હતી. રૂ. 17 હજાર જેટલા, પૈસા અમારે જોડવાના આવતા હતા. તેના મુળ સુધી ગયા અમે, આજે પસવા ગામ પાસે મંડળીની આસપાસ ચોરી કરતા કંન્ડક્ટર અને ડ્રાઇવર પકડાયા છે. જે રૂટના માલિક હતા. તેમને રંગેહાથ પકડ્યા છે. ડેરીના સુપરવાઇઝરોને બોલાવ્યા. તેઓ કંઇ બોલવા તૈયાર નથી. અહિંયાથી ભાગી ગયા છે. તે લોકોની મીલીભગત છે. અમે અગાઉ જાણ કરી છે, અમારા ગામની મંડળીમાંથી ચોરી થાય છે, અને તેમાં ગંદુ પાણી ઉમેરવામાં આવે છે. દરરોજ અમે બે મંડળીઓ થઇને 400 લીટર જેટલું દુધ જાય છે.

Advertisement

ડેરીના સાહેબોની મીલીભગત

સ્થાનિક રાણા ઇમ્તિયાજભાઇ મહંમદભાઇ જણાવે છે કે, અમે રૂટના સાહેબો મુક્યા છે. પણ તપાસ કરવામાં આવતી નથી. ડેરીમાં જાણ કરી છે, ફેટનું ધોરણ જળવાતું નથી. દુધની ચોરી થાય છે. રૂટના સાહેબો આવતા નથી. આ પહેલા પણ અરજી કરવામાં આવી હતી. અમે ઘરાક થઇને ચોરોને પાણી નાંખતા પકડ્યા છે. 6 મહિના પહેલા ભાડોલમાં ડેરીમાં દુધની ચોરી થતી હતી. તેમાં કોઇએ કંઇ કર્યુ ન્હતું, કોઇ ઉત્પાદનના પૈસા પણ આપવા તૈયાર નથી. ડેરીના સાહેબોની મીલીભગત છે. આ અંગે વારંવા રજૂઆત કરી છે. રોજનું 170 લીટર દુખ આપવામાં આવે છે.

પંચક્યાસ કરવામાં આવ્યો

બરોડા ડેરી સુત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદ મળતા જ ઘટના સ્થળે અધિકારીઓ દોડી ગયા હતા. સમગ્ર ઘટનામાં પંચક્યાસ કરવામાં આવ્યો છે. જવાબદાર ઇજારદાર તથા ઝડપાયેલા ટેમ્પો ચાલક અને કન્ડક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલાની જરૂરી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : 41 વર્ષ જૂના કેસમાં ડોન દાઉદ દોષમુક્ત થયા બાદ કાર્યવાહીનો સળવળાટ

Tags :
Advertisement

.