ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : બજાજ ફાઇનાન્સ સહિત બેંક લોનના ભારણ વચ્ચે જીંદગીનો અંત

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં બજાજ ફાઇનાન્સ (BAJAJ FINANCE) સહિત અલગ અલગ બેંકો (AND OTHER BANK LOAN) ની લોનના ભારણ વચ્ચે જિંદગી દબાઇ ગઇ હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. યુવક અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ...
04:07 PM Jun 19, 2024 IST | PARTH PANDYA
BAJAJ FINANCE

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇ (DABHOI) માં બજાજ ફાઇનાન્સ (BAJAJ FINANCE) સહિત અલગ અલગ બેંકો (AND OTHER BANK LOAN) ની લોનના ભારણ વચ્ચે જિંદગી દબાઇ ગઇ હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે. યુવક અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. તેના પર તેણે ઘણી બધી લોન લીધી હતી. જેના ભરવાના પૈસા બાકી હોવાથી તેના માથે દેવું વધી ગયું હતું. આખરે તેના ટેન્શનમાં તેણે ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ મથક ડભોઇ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શું લખ્યું છે એફઆઇઆરમાં....

આ મામલે આત્મહત્યા કરનાર જનક મથુરભાઇ વાળંદના ભાઇ જીગ્નેશ મથુરભાઇ વાળંદે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઇ જનક વાળંદ (ઉ.39) એ HDFC BANK, YES BANK, AXIS BANK, RBI, KOTAK BANK, ICICI BANK, DBS ના ક્રેડીટ કાર્ડ વાપરતો હોય અને ક્રેડીટ કાર્ડ પર ઘણી બધી લોન લીધેલી હતી. જેના પૈસા ભરવાના બાકી હોય તેમજ બજાજ ફાઇનાન્સની પણ લોન લીધેલી હોય, જેના પૈસા ભરવાના બાકી હોય જેથી તેના માથે દેવુ વધી જતા ટેંશનમાં આવી જઇ મનમાં લાગી આતા તેણે ગળે ફાંસો ખાઇ લીધો હતો.

માથે દેવું વધતું જતું હતું

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા પાસે ડભોઇના નડા ગામ, ડેકી ફળીયામાં જનકભાઇ માથુરભાઇ વાળંદ (ઉં. 38) રહેતા હતા. તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા. જેનો ઉપયોગ તેઓ કરતા હતા. તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતા. આ સાથે જ બજાજ ફાઇનાન્સ (BAJAJ FINANCE) કંપનીમાંથી પણ લોન લીધી હતી. આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત મનમાં લાગી આવતા તાજેતરમાં તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું.

અકસ્માતે નોંધ

આ વાતની જાણ પરિવારને થતા તમામ શોકાતુર બન્યા હતા. મૃતકના પરિચીત જીગ્નેશભાઇ માથુરભાઇ ભાટીયા દ્વારા આ અંગે ડભોઇ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરાવવામાં આવી હતી. અકસ્માતે નોંધ કર્યા બાદ ડભોઇ પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડભોઇ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ગોકળભાઇ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કડક નિયમો બનાવવા જરુરી

ઉલ્લેખનિય છે કે બજાજ ફાયનાન્સ સહિત ઘણી ફાયનાન્સ સંસ્થાઓના રિકવરી એજન્ટો લોન લેનારા ગ્રાહક પાસે પઠાણી ઉઘરાણી કરતા હોય છે અને ધમકી પણ આપતા હોય છે તેવા ભુતકાળમાં ઘણા બનાવો બહાર આવ્યા છે. આ પ્રકારની લોન આપનારી ખાનગી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી થાય તે જરુરી છ. ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ નાણાં ભરવામાં અસમર્થ રહે ત્યારે તેની પર પૈસા ભરવા માટે કરવામાં આવતા દબાણને કારણે તેની પાસે જીવન ટૂંકાવા સિવાય કોઅઇ વિકલ્પ રહેતો નથી અને તેનો પરિવાર વિંખાઇ જાય છે. સરકારે આવી ખાનગી સંસ્થાઓ માટે કડક નિયમો બનાવવા જરુરી છે

આ પણ વાંચો -- VADODARA : એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપનાર સામે ફરિયાદ

 

Tags :
BajajBankburdenfinanacehomeincludingloanmanOthersuicideVadodarayoung
Next Article