Harani Lake : આરોપી બિનિટ કોટિયા પર શાહી ફેંકી મોઢું કાળું કરવાનો પ્રયાસ, જુઓ Video
વડોદરા (Vadodara) હરણી લેક (Harani Lake) દુર્ઘટનામાં ગઈકાલે આરોપી બિનિત કોટિયાની (Binit Kotia) ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે આરોપી બિનિત કોટિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, કોર્ટમાંથી બહાર આવતી વેળાએ આરોપી બિનિત કોટિયા (Binit Kotia) પર યુથ કોંગ્રેસના પ્રમુખે શાહી ફેંકી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
વડોદરામાં (Vadodara) હરણી તળાવ (Harani Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ કેસમાં તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન અત્યાર સુધી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે આરોપી બિનિટ કોટિયાની ધરપકડ કરાઈ હતી, જે ઘટના બાદથી નાસતો ફરતો હતો. આજે બિનિટ કોટિયાને (Binit Kotia) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં પોલીસે તેના 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે, કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
યુથ કોંગ્રેસ પ્રમુખની પણ ધરપકડ
કોર્ટમાંથી બહાર આવતી વેળાએ આરોપી બિનિટ કોટિયા પર યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સિંહ વાઘેલાએ (Kuldeep Singh Vaghela) કાળી શાહી ફેંકી મોઢું કાળું કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે આરોપી બિનિત કોટિયાને ત્વરિત દૂર કરી દેતા તેનો બચાવ થયો હતો. પોલીસે કુલદીપ સિંહ વાઘેલાની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, આરોપી બિનિત કોટિયાના 5 અને તેના પિતા હિતેશ કોટિયાના સમગ્ર પ્રોજેક્ટમાં 15 ટકા શેર છે. આરોપીની રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની શક્યતા છે. બિનિતની પૂછપરછમાં પાલિકાના જવાબદાર અધિકારીઓના નામ (Harani Lake) ખુલી શકે છે. સાથે જ કોટિયા ગ્રૂપ પર કોણા આશીર્વાદ છે એ અંગે પણ પોલીસે (Vadodara) તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો - Bhuj : ભારતીય વાયુસેનાનો 25-26મીએ આ ખાસ કાર્યક્રમ, જાણો સમય અને નિયમ વિશે