ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : રાજ્યમાં મતદાનના એક દિવસ પહેલા ભાજપને મોટો ઝટકો !

VADODARA : રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION) અને વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BY ELECTION) માટેના મતદાનના એક દિવસ પૂર્વે ભાજપ માટે મોટો ઝટકો સામે આવ્યો છે. વડોદરાના અનગઢ તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ એકાએક રાજીનામું ધરી દેતા રાજકીય માહોલ...
11:19 AM May 06, 2024 IST | PARTH PANDYA

VADODARA : રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION) અને વિધાનસભાની પેટા ચૂંટણી (VIDHANSABHA BY ELECTION) માટેના મતદાનના એક દિવસ પૂર્વે ભાજપ માટે મોટો ઝટકો સામે આવ્યો છે. વડોદરાના અનગઢ તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ એકાએક રાજીનામું ધરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. આ રાજીનામાને લઇને વાઘોડિયા વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં તેની અસર જોવા મળી શકે છે, તેવું સુત્રો જણાવી રહ્યા છે.

બે કારણ આગળ ધર્યા

રાજ્યભરમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીને લઇને મતદાન આવતી કાલે 7, મે ના રોજ થવા જઇ રહ્યું છે. વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર આવતી કાલે મતદાન યોજાઇ રહ્યું છે. તેના એક દિવસ પહેલ જ ભાજપ માટે મોટા ઝટકા સમાન ઘટના સામે આવી છે. અનગઢ તાલુકાના પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા ભાજપમાંથી રાજીનામું આપી દેવાની જાહેરત કરવામાં આવી છે. રાજીનામા પાછળનું કારણ રૂપાલાના વાણી વિલાસ અને અનગઢના પોતાના સમાજના યુવાનને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. તો બીજી તરફ અગ્રણીનું એકાએક રાજીનામું રાજકીય મોરચે ખળભળાટ મચાવનારૂ હોવાથી નેતાઓ વિચારતા થઇ ગયા છે.

ભારે નિવેદનબાજી પણ થઇ હતી

વડોદરાની વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી પર કાંટે કી ટક્કર જેવો માહોલ છે. પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલને સમર્થન જાહેર કર્યું છે. તો બીજી તરફ ભાજપ દ્વારા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને વચ્ચે ભારે નિવેદનબાજી પણ થઇ હતી. એકબીજાનું નામ લીધા વગર ધારદાર નિવેદનો કર્યા હતા. જે બાદ ગત સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ અગ્રણીના રાજીનામાની ઘટના સામે આવી છે. જેની વાઘોડિયા બેઠક પર અસર પડી શકે તેવી શક્યતાઓ રાજકીય સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : મજાક-મસ્તીથી વાત વણસતા પતાવી દેવાની ધમકી સુધી પહોંચી

Tags :
angadhBeforedaymemberonepanchayatResignVadodaraVoting
Next Article